લખનઉ: ઉત્તર પ્રદેશથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. UP TET ની પરીક્ષાને નાબૂદ કરી દેવામાં આવી છે. આજે (રવિવારે) થનાર પરીક્ષા પહેલાં ગાજિયાબાદ, મથુરા અને બુલંદશહેરમાં પેપર  WhatsApp પર વાયરલ થઇ ગયું, ત્યારબાદ તેને રદ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે યૂપી STF કેસની તપાસ કરી રહી છે. રદ કરાયેલી પરીક્ષા 1 મહિના બાદ કરાવવામાં આવશે. જેના માટે અલગથી કોઇ ફી આપવી પડે. 


રાત્રે 2 વાગે અંતિમ સંસ્કાર માટે જઇ રહેલા ડાઘુઓ સાથે એવું થયું કે 17 લોકો એકસાથે સ્વર્ગે સિંધાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે UP TET?
જાણી લો કે યૂપીમાં શિક્ષક ભરતી માટે પાત્રતા પરીક્ષા યોજવામાં આવે છે. 2554 કેંદ્રો પર 2 પાળીઓમાં UP TET ની પરીક્ષા આજે (રવિવારે) આયોજિત કરવામાં આવી હતી. 21 લાખ અભ્યર્થી UP TET ની પરીક્ષામાં સામેલ થવાના હતા. UP TET નું પેપેર-1 આજે સવારે 10 વાગ્યાથી સાડા 12 વાગ્યા સુધી પેપર-2 બપોરે અઢી વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાવવાની હતી પરંતુ તે પહેલાં જ UP TET ની પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube