Cold Wave: ઠરીને કોકડું વળી જશો એવી ઠંડી પડશે, હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી
દિવાળી પછી ગુલાબી ઠંડીમાં આછા સૂર્યપ્રકાશની મજા થોડા દિવસોમાં જ જતી રહેવાની છે. હવામાન વિભાગે કોલ્ડવેવ સાથે પારો ગગડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પ્રદેશમાં હવામાનમાં પલટો આવવાનો છે.
લખનઉ: દિવાળી પછી ગુલાબી ઠંડીમાં આછા સૂર્યપ્રકાશની મજા થોડા દિવસોમાં જ જતી રહેવાની છે. હવામાન વિભાગે કોલ્ડવેવ સાથે પારો ગગડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પ્રદેશમાં હવામાનમાં પલટો આવવાનો છે. ઉત્તર પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળતાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં પશ્ચિમ યુપીમાં શીત લહેરનો સામનો કરવો પડી શકે છે. પશ્ચિમ યુપીથી કડકડતી ઠંડી પૂર્વ યુપીને પણ પોતાની લપેટમાં લઇ લેશે. પશ્ચિમ યુપીના જિલ્લાઓમાંથી વધી રહેલી ઠંડીની અસર પૂર્વ યુપીના જિલ્લાઓને પણ પ્રભાવિત કરશે.
શીત લહેર માટે રહો તૈયાર
હવામાન વિભાગની આગાહી મુજબ 18 ડિસેમ્બરથી ઠંડીનું મોજું શરૂ થશે અને તેના કારણે આગામી એક-બે દિવસમાં ઠંડીમાં અચાનક વધારો થઈ શકે છે. શરૂઆતમાં તેની અસર પશ્ચિમ યુપીમાં જોવા મળશે. પશ્ચિમ યુપીના જિલ્લાઓમાં ઠંડીમાં અચાનક વધારો થવાની આશંકા છે. આ અનુમાન સાથે હવામાન વિભાગે લોકોને ઠંડીથી બચવા માટે ચેતવણી પણ આપી છે. 18 ડિસેમ્બરથી શીત લહેર શરૂ થશે અને આગળ પણ ચાલુ રહેશે. ડિસેમ્બર મહિનામાં કોલ્ડવેવના કારણે ઠંડી વધુ પડી શકે છે.
Whatsapp પર મેસેજ કરી મિત્રને ઘરે બોલાવ્યો, પત્નીનો રેપ કરાવી હસતો રહ્યો પતિ
પશ્ચિમ યુપીમાં કડકડતી ઠંડી પડશે
હવામાન વિભાગે પશ્ચિમ યુપીના સહારનપુર, શામલી, બિજનૌર, રામપુર, બરેલી, પીલીભીત, મેરઠ અને બાગપતમાં પારો ગગડવાની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં લોકોને ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ત્યારબાદ મુઝફ્ફરનગર, લખીમપુર ખેરી, શાહજહાંપુર, બદાઉન, અલીગઢ અને બુલંદશહેરમાં શીત લહેર સાથે ઠંડી વધશે. અત્યારની વાત કરીએ તો રાત્રિના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે મુઝફ્ફરનગરમાં લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મેરઠમાં 5 ડિગ્રી સેલ્સિયસ હતું.
WhatsApp પર આવી રહ્યું છે ધાંસૂ ફીચર! Group Admins ને મળશે આ Superpower
ધુમ્મસ પણ કરી શકે છે પરેશાન
કોલ્ડવેવને કારણે પૂર્વ યુપીમાં થોડા દિવસો સુધી રાહત રહેશે. પરંતુ આગામી દિવસોમાં આ વિસ્તારમાં પણ કોલ્ડવેવની દસ્તક સાથે ઠંડીમાં અચાનક વધારો થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પશ્ચિમ યુપીના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી પણ કરી છે. હળવા ઝરમર વરસાદ બાદ ગરમીનો પારો વધુ નીચે જઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી સવારે હળવી ધુમ્મસ રહેશે. સૂર્યોદય થતાં જ ધુમ્મસ ઓસરી જશે. આગામી દિવસોમાં શીત લહેરની સાથે ધુમ્મસની પણ શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube