મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં શિવસેના (Shiv Sena), રાષ્ટ્રવાદી કોંગ્રેસ (Congress) પાર્ટી (NCP) અને કોંગ્રેસ (Congress) મળીને સરકાર બનાવી શકે છે. શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેનું નામ મુખ્યમંત્રી પદની રેસમાંથી નીકળી ગયા પછી હવે બીજા નામોની ચર્ચા શરૂ થઈ છે. હવે પક્ષે સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેના નામનો પ્રસ્તાવ મુક્યો છે પણ પાર્ટીના સુત્રોનું કહેવું છે કે એનસીપીએ આ નામોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી પદ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) યોગ્ય વિકલ્પ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજકીય ગણિતમાં કોંગ્રેસ (Congress)ના બાલાસાહેબ થોરાત (Balasaheb Thorat) પણ મહારાષ્ટ્ર (Maharashtra)ના ઉપમુખ્યમંત્રી બની શકે છે. તેઓ હાઇકમાન્ડની પહેલી પસંદ છે. મુખ્યમંત્રી માટે એનસીપી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર દબાણ કરી રહી છે પણ ચર્ચા છે કે શિવસેના એકનાથ શિંદે અથવા તો સુભાષ દેસાઈ પર દાવ રમી શકે છે. જો બધું બરાબર પાર પડ્યું તો સરકાર શનિવારે સરકાર રચવાનો દાવો કરી શકે છે. જોકે શુક્રવારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ (Congress)ની મુંબઈમાં યોજાનારી બેઠકથી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 


એક અન્ય ગણતરી પ્રમાણે મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉત્તર પ્રદેશની જેમ બે ડેપ્યુટી સીએમ પણ બની શકે છે. આમાંથી એક એનસીપીના ક્વોટામાંથી અને બીજો કોંગ્રેસ (Congress)માંથી હોઈ શકે છે. ડેપ્યુટી સીએમ પદ માટે એનસીપી તરફથી અજીત પવારની અને કોંગ્રેસ (Congress)ની તરફથી બાલાસાહેબ થોરાત (Balasaheb Thorat)નું નામ આગળ છે. જોકે એનસીપી સુપ્રીમો શરદ પવાર પોતાના ભત્રીજા અજીત પવારને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાનું દબાણ કરી રહ્યા છે. તેમની આ ડિમાન્ડને કારણે સરકારના ગઠનમાં સમસ્યા ઉભી થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube