નવી દિલ્હી: ચીને ભારત (China-India)  સાથે વિવાદ તો વધારી લીધો પરંતુ હવે તેણે દુનિયાભરના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયાની મહાશક્તિઓ  ખુલીને ભારતના સપોર્ટમાં આવી છે. ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ મહાશક્તિઓએ ભારતીય સેનાના શહીદો માટે સંવેદના વ્યક્ત કરી છે અને ચીનની સેના પર ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતના સૈનિકોની શહાદત પર દુનિયાની મહાશક્તિઓ તકલીફ મહેસૂસ કરી રહી છે. ભારતને દુનિયાના શક્તિશાળી દેશોનું સમર્થન મળી રહ્યું છે જે જોઈને હવે ચીન હચમચી ગયુ છે. ડર પેદા થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત બાદ હવે અમેરિકાએ ચીનને આપ્યો ઝટકો, Huawei- ZTEને ગણાવી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ


ભારતને રાફેલ જેવા ઘાતક ફાઈટર જેટ આપનારા ફ્રાન્સે ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ફ્રાન્સના રક્ષામંત્રીએ ભારતના રક્ષામંત્રીને પત્ર લખીને કહ્યું કે ફ્રાન્સની સેના ભારતીય સેનાના શહીદોના પરિજનોના પડખે છે. ચીન માટે આ નિવેદનને ફ્રાન્સનો કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે. 


દુનિયાના સૌથી ઘાતક ફાઈટર વિમાનોમાં જેની ગણતરી થાય છે તે રાફેલ ભારત અને ફ્રાન્સની રણનીતિક ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે પરંતુ ભારત અને ફ્રાન્સની મિત્રતા રણનીતિક ભાગીદારી કરતા ઘણી આગળ છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્રાન્સથી આવેલા એક સમાચારે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ફ્રાન્સ ભારતીય સેના સાથે છે. ફ્રાન્સના રક્ષામંત્રીએ ગલવાન ઘાટીના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને લખેલા પોતાના પત્રમાં ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પર્લે કહ્યું કે આ જવાનો, તેમના પરિજનો અને દેશ માટે એક ઝટકો છે. આ મુશ્કેલ ઘડીમાં મિત્ર ભારત પ્રત્યે ફ્રાન્સ સેના તરફથી મિત્રતા પ્રગટ કરું છું. હું તમને આગ્રહ કરુ છું કે તમે મારી શ્રદ્ધાંજલિ સમગ્ર ભારતીય સેના અને શહીદોના પરિજનોને પહોંચાડો. 


ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકતા ચીન ચિંતાતૂર થઈ ગયું, આપ્યું આ નિવેદન


ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ, ચીનને ફ્રાન્સનો કડક સંદેશ
ફ્રાન્સની ભારત સાથેની મિત્રતા ફક્ત સંવેદનાઓ સુધી સિમિત નથી. ફ્રાન્સના રક્ષામંત્રીએ ભારતને સારો મિત્ર ગણાવતા રક્ષા મંત્રી સાથે મુલાકાત કરવાની વાત પણ કરી છે. સ્પષ્ટ છે કે હાલના સમયમાં ભારતના રક્ષામંત્રી સાથે મુલાકાતની વાત ચીનનો કડક સંદેશ છે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ફ્રાન્સે ભારતને મળનારા રાફેલ ફાઈટર જેટની સંખ્યા પણ વધારી છે. હવે ભારતને પહેલી ખેપમાં 4ની જગ્યાએ 6 ફાઈટર જેટ મળશે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube