વોશિંગટનઃ અમેરિકાએ નક્કી કર્યું છે કે તે ભારતને અત્યાધુનિક મોડ 4 (MOD-4) તોપ આપશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતીય નૌસેનાને મોડ-4 તોપ આપવાની મંજૂરી આપી દીધી છે. મોડ-4 તોપ સામેલ થવાથી ભારતીય નૌસેના મજબૂત થશે. આ તોપ આવવાથી પાકિસ્તાન અને ચીનની સાથે ભારતીય સેનાને મજબૂતી મળશે. સમુદ્રમાં ભારતીય નૌસેનાનો દબદબો વધશે. આ માટે ભારત-અમેરિકા વચ્ચે 7100 કરોડ રૂપિયામાં ડિલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાની મોડ-4 નેવી તોપ સમુદ્રમાં ભારતીય નૌસેનાનો દબદબો બધારશે. સાથે પાકિસ્તાન જેવા પાડોસી દેશને પણ વોર્નિંગ આપશે, જે સમુદ્રના માર્ગે ભારતમાં આતંકી ષડયંત્રમાં લાગેલું છે. અમેરિકાથી 7100 કરોડ રૂપિયાની નેવી તોપ મળ્યા બાદ ભારતીય નૌસેનાની શક્તિમાં મોટો વધારો થશે. 


MOD-4 તોપો BAE સિસ્ટમ્સ લેન્ડ એન્ડ આર્મામેન્ટ્મા બનાવવામાં આવી છે. આ તોપો ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે. MOD-4  તોપ લડાકૂ વિમાનો પર નિશાન લગાવવામાં ઉપયોગી છે. દુશ્મનના સમુદ્રી વિસ્તાર પર બોમ્બ વરસાદ કરવા માટે પણ આ તોપ અસરદાર છે. 


ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા 3 વર્ષમાં સાડા પાંચ અબજ ડોલરથી વધુની 21 રક્ષા સમજુતી થઈ ચુકી છે. અમેરિકાએ અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડને આ તોપ વેંચી છે. ભવિષ્યમાં સમુદ્રના રસ્તે હુમલો અને આતંકી ષડયંત્રના ખતરાને જોતા ભારતીય નેવીને લાંબા સમયથી આ તોપોની જરૂર હતી. 


વિદેશ મંત્રાલયે કહ્યું- અમારા નાગરિકોને આતંકવાદી કહીને પાકિસ્તાન પ્રચાર ન કરે


રક્ષા સુરક્ષા સહયોગ એજન્સીએ મંગળવારે જારી પોતાની અધિસૂચનામાં કહ્યું કે, 13 એમકેૃ45 પાંચ ઇંચ/62 કેલિબર (એમઓડી 4), નૌસૈનિક તોપો અને તેના સંબંધિત ઉપકરણોના પ્રસ્તાવિત વિદેશી સૈન્ય વેચાણની અંદાજીત કિંમત 1.0210 અબજ ડોલર છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube