વિદેશ મંત્રાલયે કહ્યું- અમારા નાગરિકોને આતંકવાદી કહીને પાકિસ્તાન પ્રચાર ન કરે

દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું- અમે પાકિસ્તાન સરકારને પ્રશાંત અને બારીલાલ નામના ભારતીય નાગરિકોને તુરંત કાઉન્સેલર સાથે મુલાકાતની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. 

Updated: Nov 21, 2019, 06:01 PM IST
વિદેશ મંત્રાલયે કહ્યું- અમારા નાગરિકોને આતંકવાદી કહીને પાકિસ્તાન પ્રચાર ન કરે

નવી દિલ્હીઃ ભૂલથી સરહદ પાર પહોંચેલા બે ભારતીય નાગરિકોને પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની જેમ રજૂ કરવા પર વિદેશ મંત્રાલયે વિરોધ કર્યો છે. ગુરૂવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું- પાકિસ્તાન તેનો પ્રચાર તરીકે ઉપયોગ ન કરે. અમારા નાગરિક ભૂલથી સરહદ પાર ચાલ્યા ગયા હતા, તેની જાણકારી પણ અમે પાકિસ્તાનને આપી હતી. તેવામાં ભારતીય નાગરિકોને કસ્ટડીમાં લીધા બાદ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનનો દુષ્પ્રચાર સહન ન કરી શકાય. 

દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું- અમે પાકિસ્તાન સરકારને પ્રશાંત અને બારીલાલ નામના ભારતીય નાગરિકોને તુરંત કાઉન્સેલર સાથે મુલાકાતની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. અમને આશા છે કે પાકિસ્તાન અમારી માગ પર ધ્યાન આપશે. 

મે 2019મા અમે જ પાકિસ્તાનને જણાવ્યું- વિદેશ મંત્રાલય
રવીશ કુમારે કહ્યું- 2017મા બે ભારતીય ભૂલથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. મે 2019મા અમે પાકિસ્તાનને પ્રથમ પત્ર લખ્યો હતો. અમે તેને રાજદ્વારી સહાય અને સુરક્ષા આપવાની માગ કરી હતી. આશા છે કે આ મામલો સફળતા પૂર્વક હલ થઈ જશે. 

મહારાષ્ટ્રમાં સરકારની રચના પર કોંગ્રેસ-NCP વચ્ચે બની સહમતિ  

પાકિસ્તાને 18 ઓક્ટોબરે 2 ભારતીય નાગરિકોની ધરપકડ કરી 
પાકિસ્તાનના અધિકારીઓએ 18 ઓક્ટોબરે બે ભારતીયોની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ભારતીયો પર ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં પ્રવેશ કરવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા ભારતીય પ્રશાંત (મધ્યપ્રદેશ) અને બારીલાલ (તેલંગણા)ના છે. જીયો ન્યૂઝ પ્રમાણે, બંન્ને ભારતીય નાગરિકોને પંજાબ પ્રાંતના બહાવલપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસે કોઈ દસ્તાવેજ નહતા. પોલીસે જણાવ્યું કે, બંન્ને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ થયેલ એક ભારતીય સોફ્ટવેર એન્જિનિયર છે. પોલીસનો દાવો છે કે તેને પાકિસ્તાનમાં આતંકી હુમલાને અંજામ આપવા માટે મોકલવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube