નવી દિલ્હી : ફ્રાંસમાં G7 સમિટમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી મુલાકાત પહેલા અમેરિકાએ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનાં મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે. અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, અનુચ્છેદ 370 હટાવવા મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે. અમેરિકાએ પોતાનું એવાર વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, અનુચ્છેદ 370 હટાવવું ભારતનો આંતરિક મુદ્દો છે. આ સાથે જ અમેરિકાએ પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું કે, તેઓ આતંકવાદ પર લગામ લગાવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ વર્ષમાં ભાજપે અરુણ જેટલી સહિત આ 7 દિગ્ગજ નેતાઓ ગુમાવ્યાં
ટ્રમ્પ તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ભારત દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો એક આંતરિક મુદ્દો છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત-પાકિસ્તાન તણાવ ઘટાડવા માટે વાતચીત દ્વારા પોતાનાં તમામ મુદ્દાઓ ઉકેલે. અધિકારીએ પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું કે, પાકિસ્તાનને એલઓસી પર આતંકવાદી સમુહો પર લગામ લગાવવી જોઇએ.


અરુણ જેટલીના પરિવારે PM મોદીને કરી અપીલ, જાણો શું કહ્યું?
અરુણ જેટલીના નિધનથી રાજકારણમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરી શકાશે નહીં: ડો. સુભાષ ચંદ્રા
આ પહેલીવાર નથી જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હોય. અગાઉ 20 ઓગષ્ટે ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન નહી આપવા માટે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીને ફોન પર આશરે 30 મિનિટ વાત કર્યા બાદ ટ્રમ્પે ઇમરાન ખાન સાથે 12 મિનિટ વાત કરી હતી.


અરુણ જેટલીના નિધન પર PM મોદીએ કહ્યું- 'મેં એક એવો મિત્ર ગુમાવ્યો...'
ટ્રમ્પે તેને ભારતની વિરુદ્ધ સાચવીને નિવેદન આપવા માટે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનમોદીએ ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન પાકિસ્તાની નેતાઓ દ્વારા ભારત વિરોધી હિંસા માટે ઉગ્ર નિવેદનબાજી અને હિંસા ભડકાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.