અરુણ જેટલીના પરિવારે PM મોદીને કરી અપીલ, જાણો શું કહ્યું?

લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા અરુણ જેટલીએ આજે દિલ્હી ખાતેની એમ્સમાં છેલ્લા શ્વાસ લીધા. મને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

અરુણ જેટલીના પરિવારે PM મોદીને કરી અપીલ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા અરુણ જેટલીએ આજે દિલ્હી ખાતેની એમ્સમાં છેલ્લા શ્વાસ લીધા. મને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સ તરફથી બહાર  પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ અરુણ જેટલીનું નિધન શનિવારે બપોરે 12:07 વાગે થયું. અરુણ જેટલીને શ્વાસમાં તકલીફ થવાના કારણે 9મી ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સના વરિષ્ઠ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં હતાં. છેલ્લા દિવસોમાં જેટલીને એકસ્ટ્રાકારપોરલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બલૂન(IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતાં. તેમની ઉંમર 66 વર્ષ હતી. પીએમ મોદીએ પૂર્વ નાણા મંત્રીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અરુણ જેટલીના પત્ની અને પુત્ર સાથે ફોન પર વાત કરીને દુ:ખ વ્યક્ત કર્યું. 

પરિવારે પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી
અરુણ જેટલીના પરિવારે અપીલ કરી છે કે પીએમ મોદી વિદેશ પ્રવાસ રદ ન કરે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે છે. 

જુઓ VIDEO

પીએમ મોદીએ કહ્યું-મેં એક મિત્ર ગુમાવ્યો
પીએમ મોદીએ તેમની રાજકીય સમજના વખાણ કરતા કહ્યું કે મેં એક એવો મિત્ર ગુમાવ્યો છે જેને હું  દાયકાઓથી જાણું છું. પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે કેવી રીતે ઈમરજન્સી દરમિયાન લોકતંત્રની રક્ષા માટે જેટલી સૌથી આગળ ઊભા રહ્યાં હતાં. તેમણે કહ્યું કે અરુણ જેટલીનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન છે. મેં તેમના સ્વરૂપમાં એક મિત્ર ગુમાવ્યો છે. અરુણ જેટલી રાજકીય દિગ્ગજ હતાં. તેમણે કહ્યું કે જેટલીજીએ અનેક મોટી જવાબદારીઓ નિભાવી. આપણને તેમની કમી હંમેશા સાલશે. અરુણ જેટલી જેવી સમજ બહુ ઓછા નેતાઓમાં છે. 

જુઓ LIVE TV

અમિત શાહ દિલ્હી પાછા ફરી રહ્યાં છે
ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીના નિધનના સમાચાર સાંભળીને ગૃહ મંત્રી અને ભાજપના અમિત શાહ પોતાના હૈદરાબાદ પ્રવાસને અધવચ્ચે પૂરો કરીને દિલ્હી પાછા ફરી રહ્યાં છે. અમિત શાહે કહ્યું કે અરુણ જેટલીજીના નિધનથી મને ખુબ આઘાત લાગ્યો છે. તેમના નિધનથી મને વ્યક્તિગત નુકસાન થયું છે. અમે એક વરિષ્ઠ પાર્ટી નેતા જ નથી ખોયા પરંતુ એક એવા મહત્વપૂર્ણ કૌટુંબિક સભ્ય ગુમાવ્યા છે જે હંમેશા અમારા માટે માર્ગદર્શક રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news