આધારની બાયોમેટ્રિક માહિતીનો ઉપયોગ ગુનાહિત તપાસમાં ન કરી શકાય: UIDAI
પોલીસ દ્વારા ફિંગરપ્રિંટના સીમિત એક્સેસની માંગ કરવામાં આવી હતી જો કે તે UIDAI દ્વારા ફગાવી દેવાઇ છે
નવી દિલ્હી : ભારતીય વિશિષ્ઠ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ કહ્યું કે, આધાર અધિનિયમ હેઠળ આધારની બાયોમેટ્રિક માહિતી (ડેટા)નો ઉપયોગ ગુનાહિત તપાસમાં નહી કરવામાં આવે. UIDAIનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા રાષ્ટ્રીય ગુનાહિત રેકોર્ડ બ્યૂરો (NCRB)એ ગુનાને પકડવા માટે પોલીસને આધાર માટે માહિતીનીસીમિત ઉપલબ્ધતાની વાતો કરી હતી.
તંત્ર દ્વારા અપાયેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે, આધારની માહિતી ક્યારે કોઇ ગુનાઓની તપાસ કરી એજન્સીને પણ આપવામાં આવી નથી. આધાર અધિનિયમન 2016ની કલમ 29 હેઠળ આધાર જૈવિક માહિતીનો ઉપયોગ ગુનાહિત તપાસ માટે સ્વીકૃત નથી. પ્રાધિકરણે કહ્યું કે, અધિનિયમની કલમ 33 હેઠળ ખુબ જ સીમિત છુટ આપવામાં આવી છે. જેનાં હેઠળ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો આવશે ત્યારે આધારની જૈવિક માહિતીનો ઉપયોગ કરવામાં આવી શકે છે પરંતુ તે માત્ર ત્યારે જ શક્ય બનશે જ્યારે મંત્રિમંડળ સચિવની અધ્યક્ષતાવાળી સમિતી તેનાં માટે પુર્વ પ્રાધિકરણને આપી ચુકી છે.
UIDAIએ કહ્યું કે, અહીંથી રેખાંકિત કરવામાં આવી શકે કે જ્યારે મુંબઇ હાઇકોર્ટે કોઇ ખાસ કેસમાં તપાસ એજન્સી સાથે બાયોમેટ્રિક ડેટા આપવાનો આદેશ આપ્યો હતો. તો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. જેમાં આ આદેશ પર કામચલાઉ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ગુરૂવારે એનસીઆબીનાં ડાયરેક્ટરે કહ્યું હતું કે, દેશમાં દર વર્ષે આશરે 50 લાખ ગુનાહિત કેસ દાખલ થાય છે.