નવી દિલ્હી : ભારતીય વિશિષ્ટ ઓળખ નિગમ (યૂઆઇડીએઆઇ)એ આધાર અંગેના લોકોના સવાલોનાં જવાબ આપ્યા હતા. જેમાં યુઆઇડીએઆઇ દ્વારા જણાવવામાં આવ્યું કે, તેઓ પોતાનો આધાર નંબર ક્યાંય પણ સોશિયલ મીડિયા પર શેર ન કરે. યુઆઇડીઆઇએ કહ્યું કે, જે રીતે ઓળખ પત્ર, પાન કાર્ડ અથવા ડેબિટ-ક્રેડિટ કાર્ડને સુરક્ષાનાં કારણોથી સોશિયલ મીડિયા પર શેર નથી કરવામાં આવતું તેવી જ રીતે આધાર નંબર પણ સુરક્ષાના કારણોથી શેર કરવામાં ન આવવું જોઇએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર શેર નહી કરવાની અપીલ સાથે યુઆઇડીએઆઇએ જણાવ્યું કે, આધાર સંપુર્ણ સુરક્ષીત છે. આધારને શેર નહી કરવાની સલાહનો અર્થ એવો નથી કે તે સુરક્ષીત નથી. આધાર સંપુર્ણ સુરક્ષીત છે. યુઆઇડીએઆઇના અનુસાર, આધારનો ઉપયોગ વગર કોઇ બાધાએ કરવામાં આવી શકે છે. આધારના પ્રયોગમાં તે જ પ્રકારની સતર્કતા વરતવાની જરૂર છે જેવી અન્ય કોઇ ઓળખ પત્રના પ્રયોગમાં વરતવામાં આવે છે. ન તેનાંથી વધારે અને ન તેનાથી ઓછી. 

અન્ય ઓળખ પત્રો કરતા વધારે સુરક્ષીત છે આધાર
યૂઆઇડીએઆઇએ તેમ પણ કહ્યું કે, સામાન્ય રીતે લોકો પોતાનાં ઓળખ પત્રની માહિતી જાહેર નથી કરતા. આધાર ડિટેલનાં દુષ્પ્રયોગ કરવાનાં સવાલ અંગે કહ્યું કે, અન્ય ઓળખ પત્રોની તુલનામાં આધાર વધારે સુરક્ષીત છે અને તેનાં ખોયા પ્રયોગની આશંકા ઓછી છે.આધારકાર્ડ માટે સુરક્ષાનાં ઘણા માનક પ્રયોગ કરવામાં આવે છે જેમ કે ફિંગપ્રિંટ, સ્કેન, ઓટીપી અને ક્યૂઆર જેવા કોડ છે. લોકો પાસપોર્ટ, પાનકાર્ડ બનાવવા માટે સરળતાથી દસ્તાવેજ આપે છે, જો કે આધાર મુદ્દે લોકોના મનની શંકા છે. 

આધાર બનાવવામાં ફ્રોડ શક્ય નથી, ઘણા સ્તરની સુરક્ષા
આધાર બનાવવામાં ફ્રોડ સંબંધિત સવાલો અંગે યુઆઇડીએઆઇએ કહ્યું કે, માત્ર બેંકની ફોટો કોપી દેખાડીને આધાર બનાવી શકાય નહી કારણ કે તેના માટે ઓટીપી અને અન્ય વસ્તુઓ પણ જોઇએ. બેંક એકાઉન્ટના આધાર દ્વારા ખોલવા અને ફ્રોડ થવાની શક્યતાઓ અંગે યુઆઇડીએઆઇએ કહ્યું કે, તેની જવાબદારી બેંકની છે તે સુરક્ષા વધારે મજબુત કરે.