અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  (Yogi Adityanath) અયોધ્યા પહોંચી ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 5 ઓગસ્ટના પ્રવાસ પહેલા ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરશે અને સાધુ-સંતો સાથે મુલાકાત પણ કરશે. રામના ધામ અયોધ્યામાં ભૂમિ પૂજનને ભવ્ય બનાવવા માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. આશરે 500 વર્ષ બાદ રામભક્તોની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ યોગીએ રામ મંદિર પરિસરમાં નિરીક્ષણ કર્યું. તેઓ પીએમ મોદીની યાત્રા પહેલા કોઈ કમી છોડવા ઈચ્છતા નથી. 5 ઓગસ્ટે અયોધ્યામાં શ્રી રામ જન્મ ભૂમિ મંદિરની આધારશિલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાખશે. તે માટે કાશીથી પાંચ વિદ્વાનોએ અયોધ્યા જવાનું છે. તે 5 વિદ્વાનોની હાજરીમાં શ્રી રામ જન્મ ભૂમિ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. કાશીના આ 5 ગણમાન્ય લોકોમાં 3 જ્યોતિષી અને 2 સંત સામેલ છે. તેઓ 4 ઓગસ્ટે અયોધ્યામાં પહોંચી જશે અને પોતાની સાથે કાશી વિશ્વનાથ મંદિરથી બાબા વિશ્વનાથના શિવલિંગને સ્પર્સ કરાવેલા 5 ચાંદીના બિલિપત્ર જેમાં શ્રીરામ લખેલું હશે, સવા પાવ ચંદન અને ગંગાની માટી પણ લઈ જશે. 


CM શિવરાજ કોરોનાથી સંક્રમિત, દિગ્વિજયે કહ્યુ- તમે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન ન રાખ્યું


કોરોના કાળમાં ભૂમિ જૂપન માટે બે ગજની દૂરીનું પાલન કરતા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મઠ મંદિરોમાં અનુષ્ઠાન થશે તો ઘરે-ઘરે દીવા પ્રગટાવીને ખુશીઓ મનાવવામાં આવશે. બીજી તરફ સરયૂ આરતીમાં પણ ઉત્સાહ જોવા મળશે. 


આ સિવાય સરયૂની મહાઆરતીને ભવ્ય બનાવવાની તૈયારી છે પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને કેટલાક લોકો વ્યક્તિગત કરશે. કોઈ સામુહિક આયોજન થશે નહીં. ભૂમિ પૂજનના દિવસે અયોધ્યામાં દીવાળીની ઝલક જોવા મળી શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube