CM શિવરાજ કોરોનાથી સંક્રમિત, દિગ્વિજયે કહ્યુ- તમે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન ન રાખ્યું
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોરોનાથી સંક્રમિત થયા બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે, તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે સાથે કટાક્ષ પણ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે શનિવારે ખુદ ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. તેમની તબીયત ખરાબ હોવાની માહિતી મળવા જ દેશ-પ્રદેશના લોકો જલદી સ્વસ્થ થવાની કામના કરી રહ્યાં છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને શિવરાજ સિંહ ચૌણાવના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે. દિગ્વિજય સિંહે કહ્યુ, તમારે (મુખ્યમંત્રી) સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાનવ રાખવાનું હતું, જે ન રાખ્યું.
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક ટ્વીટમા લખ્યુ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અસ્વસ્થ હોવાની જાણકારી મળી. ઈશ્વરવ પાસે તેઓ જલદી થાય તેવી પ્રાર્થના કરુ છું. આ રીતે એક ટ્વીટ દિગ્વિજય સિંહે કર્યુ, જેમાં તેમણે લખ્યું, દુખ છે શિવરાજ જી તમે કોરોનાથી સંક્રમિત થયા. ઈશ્વર તમને જલદી સાજા કરે. તમારે સોશિયલ ડિસ્ટેન્સિંગનો ખ્યાલ રાખવાનો હતો, જે ન રાખ્યો. મારા પર તો ભોપાલ પોલીસે એફઆઈઆર નોંધી લીધી હતી તમારા પર કેમ કરે. તમારુ ધ્યાન રાખો.
दुख है शिवराज जी आप कोरोना संक्रमक पाया गए। ईश्वर आपको शीघ्र स्वस्थ करें। आपको सोशल डिस्टंसिंग का ख़्याल रखना था जो आपने नहीं रखा। मुझ पर तो भोपाल पुलिस ने FIR दर्ज कर ली थी आप पर कैसे करते। आगे अपना ख़्याल रखें। https://t.co/Ob4lhKuobp
— digvijaya singh (@digvijaya_28) July 25, 2020
મહત્વનું છે કે શનિવારે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ખુદ શિવરાજ સિંહ આપી હતી. તેમણે ટ્વીટ કર્યુ- શિવરાજ સિંહે લખ્યુ કે, હું કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. ડોક્ટરની સલાહથી ખુદને ક્વોરેન્ટાઇન કરીશ અને સારવાર કરાવીશ. મારી પ્રદેશની જનતાને અપીલ છે કે સાવધાની રાખે, થોડી બેદરકારી પણ કોરોનાને નિમંત્રણ આપે છે.
શ્રીનગરના રણબીરગઢમાં અથડામણ, સેનાએ બે આતંકીઓને કર્યાં ઠાર
મુખ્યમંત્રીએ કહ્યુ, કોવિડ-19ની સમય પર સારવાર થાય તો વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે. હું 25 માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બેઠક કરી રહ્યો છું. હું હવે યથાસંભવ વીડિયો કોન્ફરન્સથી કોરોનાની સમીક્ષા કરવાનો પ્રયાસ કરીશ.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે