લખનઉ : લોકસભા ચૂંટણીમાં એકવાર ફરીથી આકરા પરાજય બાદ કોંગ્રેસમાં જબર્દસ્ત ઉથલ પાથલ ચાલી રહી છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાનું રાજીનામું પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે. અમેઠીમાં રાહુલ ગાંધીના પરાજયની જવાબદારી સ્વિકારતા જિલ્લા અધ્યક્ષ યોગેશ મિશ્રાએ પણ પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી દીધું છે. બીજી તરફ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનાં નિરાશાજનક પ્રદર્શન બાદ ઓરિસ્સાનાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નિરંજન પટનાયકે પણ રાજીનામું આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના પરાજય બાદ ગિન્નાયેલા દિગ્ગીએ કહ્યું, ગાંધીના હત્યારાઓની વિચારધારા જીતી

ઉતરપ્રદેશમાં કોંગ્રેસ માત્ર એક સીટ જીતી શકી છે. ફતેહપુર સીકરીથી કોંગ્રેસ ઉમેદવાર રાજ બબ્બર પોતે પણ હારી ચુક્યા છે. ભાજપનાં ઉમેદવાર રાજકુમાર ચાહરે રાજ બબ્બરને ત્રણ લાખ કરતા વધારે મતથી હરાવ્યા હતા. પાર્ટીએ પહેલા રાજ બબ્બરને મુરાદાબાદથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમણે ત્યાંથી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો. 
DRDO એ કર્યું આ ખાસ બોમ્બનું પરિક્ષણ, આવી ટેક્નોલોજી ધરાવતો વિશ્વનો સૌપ્રથમ દેશ !

રાજ બબ્બરે ટ્વીટ કરીને જણાવ્યું કે, જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે વિજેતાઓને શુભેચ્છાઓ. યુપી કોંગ્રેસ માટે પરિણામ નિરાશાજનક છે. પોતાની જવાબદારી યોગ્ય રીતે નહી નિભાવી શકવાનાં કારણે મારી જાતને દોષીત માનું છું, નેતૃત્વ સાથે મળીને આ અંગે ચર્ચા કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, સિનેમા જગતથી રાજનીતિમાં આવેલા રાજ બબ્બર 1989માં વીપી સિંહના નેતૃત્વવાળા જનતા દળ સાથે જોડાયા. ત્યાર બાદ તેઓ જનતા દળ છોડીને સમાજવાદી પાર્ટીમાં ગયા. 2006માં તેને સમાજવાદી પાર્ટીમાંથી બર્ખાસ્ત કરી દીધા. ત્યાર બાદ 2008માં તેઓ કોંગ્રેસ પાર્ટીનો હિસ્સો બની ગયો. 


નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભાનો ભંગ, રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા PM

અમેઠી જિલ્લા અધ્યક્ષે રાજીનામું ધર્યું
બીજી તરફ અમેઠીમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હારની નૈતિક જવાબદારી જિલ્લા અધ્યક્ષ યોગેશ મિશ્રાએ લીધી છે. તેમણે પોતાનું રાજીનામું પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી દીધા છે.