લખનઉ: કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાતા સંક્રમણને રોકવા માટે ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર લોકડાઉન કરવામાં આવશે. લોકડાઉન શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇ સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે જરૂરી સેવાઓમાં કોઇપણ પ્રકારનું વિધ્ન નહી આવે. કોરોનાને ધ્યાનમાં રાખતાં આ દરમિયાન તમામ ઓફિસ, બજાર, દુકાન, મંડી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉન દરમિયાન રેલવે અને ફ્લાઇટ સેવાનું સંચાલન ચાલુ રહેશે. આ દરમિયા યૂપીમાં સફાઇ તથા સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક કારખાના પણ ખુલ્લા રહેશે. પરંતુ શહેરી વિસ્તારોને છોડીને બંધ રહેશે. આ પ્રતિબંધોનું ક્ડકાઇથી લાગૂ કરાવવામાં આવશે.  


તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિત કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ 19 દર્દીઓની સંખ્યા 32 હજારની નજીક પહોંચી ગઇ છે. આ મહામારીથી મરનાર લોકોની સંખ્યા વધીને 900ની આસપાસ થઇ ગઇ છે. જોકે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી તેનાથી પ્રદેશમાંન 20 હજાર વધુ લોકો સાજા થયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube