લખનઉ : લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કામાં ઉત્તરપ્રદેશની 13 સીટો માટે ચૂંટણી પ્રચાર શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પુર્ણ થઇ ગયો. આ તમામ સીટો પર મતદાન રવિવારે થશે. આ તબક્કામાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેય, પૂર્વ મંત્રી આરપીએન સિંહ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન સહિત અનેક દિગ્ગજોના રાજનીતિક ભાગ્યનો નિર્ણય થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં તિરાડ, JDS નેતાની વિધાનસભા ભંગની માંગ


અંતિમ તબક્કામાં 18 મેનાં રોજ જે સીટો પર મતદાન થવાનું છે તેમાં મહારાજાગંજ, ગોરખપુર, બાંસગામ, ઘોસી, કુશીનગર, દેવરિયા, સલેમપુર, વારાણસી, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, રોબર્ટ્સગંજ અને મીર્ઝાપુરનો સમાવેશ થાય છે. આ 13 સંસદીય સીટો પર 2.32 કરોડ મતદાતાઓ છે જે 167 ઉમેદવારોનાં ભાગ્યાનો નિર્ણય કરશે. આ તબક્કા માટે કુલ 13979 મતદાન કેન્દ્ર અને 25874 મતદાન બુથ બનાવવામાં આવ્યા છે. હવે ઉમેદવાર ઘરે ઘરે જઇને ચૂંટણી પ્રચાર કરી શકશે. મતગણતરી 23 મેનાં રોજ થશે. 


લોકસભા ચૂંટણી 2019: મોદી-શાહને ક્લીન ચીટને મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક વિખવાદ બહાર આવ્યા


અંતિમ તબક્કામાં અહીં થવાનું છે મતદાન
8 રાજ્યોની 59 સીટો પર આશરે 10.17 કરોડ મતદાતાઓ રવિવારે 918 ઉમેદવારોનાં ભાગ્યનો નિર્ણય કરશે. ચૂંટણી પંચે મતદાન સુગમ રીતે થાય તે માટે 1.12 લાખ મતદાન કેન્દ્ર બનાવાયા છે. સાતમા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન થવાનું છે જેમાં પંજાબ (13),  ઉત્તરપ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (9), બિહાર (8), મધ્યપ્રદેશ (8), હિમાચલ પ્રદેશ (4), ઝારખંડ (4), ચંડીગઢ (1)નો સમાવેશ થાય છે. ભાજપે 2014માં આ અંતિમ તબક્કાની 59 સીટોમાંથી 30 પર વિજય પ્રાપ્ત કર્યો હતો. અંતિમ તબક્કાની મહત્વપુર્ણ સીટોની વાત કરે તો તેમાં વારાણસી સૌથી મહત્વપુર્ણ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ફરીવાર ચૂંટણી મેદાનમાં છે. તેમનો મુકાબલો કોંગ્રેસનાં અજય રાય અને એસપી ઉમેદવાર શાલિની યાદવ સામે છે. 


ટૂંક સમયમાં જ બજારમાં આવશે 'શાકાહારી ઈંડુ', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે

હોટ સીટ વારાણસી
ભાજપ વારાણસીથી વડાપ્રધાન મોદી મોટા અંતરથી જીત સુનિશ્ચિત કરવામાં કોઇ તક નથી છોડી રહ્યા. રાજનીતિક જાણકારોનું કહેવું છે કે લોકો કેટલાક સવાલો ઉઠાવી શકે છે, પરંતુ વાસ્તવમાં વારાણસીમાં કોઇ મુકાબલો નથી. મોદીએ પોતાની ઉમેદવારીનાં દિવસે અહીં એક રોડ શો કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પોતાનાં ઉમેદવાર અજય રાયના સમર્થનમાં રોડ શો કર્યો હતો. બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે શાલિની યાદવના સમર્થનમાં એક સંયુક્ત રેલી આયોજીત કરી હતી. 
ભાજપ સરકાર પર સંકટ: ચૂંટણીના પરિણામો પહેલા જ આ રાજ્યમાં લાગ્યો ઝટકો


ભાજપ કાર્યકર્તાઓ અફવા ફેલાવે તો તેને જુતા મારો: રાજભરનું વિવાદિત નિવેદન


વારાણસીથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ 25 ઉમેદવારો મેદાનમાં છે
વારાણસી સીટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ 25 ઉમેદવાર મેદાનમાં છે. જો કે કોઇ ઉમેવાર તેમાં સીધી ટક્કર લેતા નથી જોવા મળ્યા. અહીંથી પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના લડવાની ચર્ચા હતી. જો કે ત્યાર બાદ કોંગ્રેસે પોતાનાં જુના ઉમેદવાર અજય રાયે ટિકિટ આપી. ગઠબંધન (સપા)એ બસપાના બર્ખાસ્ત જવાન તેજ બહાદુર યાદવને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમનું ઉમેદવારી પત્ર રદ્દ થયા બાદ શાલિની યાદવને ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. વારાણસીમાં વડાપ્રધાનની ચૂંટણી મેદાનમાં થનારા આસપાસની સીટો પર લાભ  મળવાની ભાજપને આશા છે. વારાણસીમાં વડાપ્રધાન મોદીની જીતના અંતર મુદ્દે ચર્ચા જોર પકડી રહી છે.


ઇન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી બનો કરોડપતિ, કંપની કરી રહી છે 2 લાખ કરોડનું રોકાણ


ગોરખપુરમાં ગઠબંધનનો પડકાર
ગોરખપુર લોકસભા સીટને ભાજપનો ગઢ કહેવામાં આવે છે. આ સીટ ગત્ત લગભગ 29 વર્ષોથી ભાજપ પક્ષે રહી છે. જો કે 2018માં યોજાયેલ પેટા ચૂંટણીમાં સમાજવાદી અને બહુજન સમાજપાર્ટી ગઠબંધનના ઉમેદવાર પ્રવીણ નિષાદે આ સીટ પર જીત પ્રાપ્ત કરી હતી. આ વખતે ભાજપ અહીંથી ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિકિશનને ઉમેદવાર બનાવ્યા છે. 


PM મોદીના કેદારનાથમાં પહેરેલા ખાસ પહેરવેશ પાછળ છે મોટુ કારણ, જાણો !


ગઠબંધને અહીંથી રામભુઆલ નિષાદને મેદાનમાં ઉતાર્યા છે. રામભુઆલ પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી અને બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. પછાતો વચ્ચે મજબુત પકડ ધરાવતા નેતા રામભુઆલ ભાજપને કડક ટક્કર આપી રહ્યા છે. કોંગ્રેસનાં ટિકિટ પર ચૂંટણી લડી રહેલા મધુસુદન ત્રિપાઠીના ત્રિકોણીય બનાવવાનાં નામ, યોગીનાં કામ અને ગોરખપુરનાં બે વર્ષમાં તરક્કીના પાયા પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ગઠબંધને જાતીગત સમીકરણને મજબુત ગો બિછાવેલી છે. આ સીટ પર મુખ્યમંત્રી યોગીની પ્રતિષ્ઠા દાંવ પર છે. 


પરિણામો પહેલા રાજનીતિમાં અચાનક ઉછાળો: ચંદ્રાબાબુ નાયડુ વિપક્ષ યાત્રાએ


ચંદોલીમાં યુપી ભાજપ અધ્યક્ષની રાહ મુશ્કેલ
ચંદોલીમાં યુપી ભાજપ અધ્યક્ષ ડૉ. મહેન્દ્ર નાથ પાંડેય 2014માં ભલે મોદી લહેરમાં જીતાયેલી હોય, જો કે આ વખતે તેમનો રસ્તો સરળ નથી દેખાઇ રહ્યા. બનારસ જિલ્લાની બે વિધાનસભા સીટોને સમાવેશ કરી બંન્ને સંસદીય ક્ષેત્રએ સપાએ સંજય ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી બાબુ સિંહ કુશવાહાની પત્ની શિવકન્યા કુશવાહાને મેદાનમાં ઉતાર્યા છે. પાંડેયને સપા-બસપા ગઠબંધનથી પડકાર મળી રહ્યો છે. જો કે ગઠબંધનમાં સ્થાનિક કલહ અને પાંડેય દ્વારા કરાવાયેલ કાર્ય તેમને મજબુતી આપી રહ્યું છે. 


કેજરીવાલ બાદ AAPના ધારાસભ્યએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી


મિર્ઝાપુરમાં ત્રિકોણીય મેચ
અનુપ્રિયા પટેલ મિર્ઝાપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ગઠબંધન સપાની ટિકિટ પર રાજેન્દ્ર એસ. બિંદ ચુંટણી મેદાનમાં છે. કોંગ્રેસ લલિતેશ પતિ ત્રિપાઠીને ઉમેદવાર બનાવ્યા છે. આ તબક્કામાં કુશીનગરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહની કિસ્મતનો નિર્ણય પણ થવાનો છે. અહીંથી ભાજપે વિજય દુબેને ટિકિટ આપી છે, જ્યારે ગઠબંધન તરફથી સપાના નથુની પ્રસાદ કુશવાહા ચુંટણી મેદાનમાં છે.