ટૂંક સમયમાં જ બજારમાં આવશે 'શાકાહારી ઈંડુ', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે

ડોક્ટરો દ્વારા શરીરમાં પ્રોટીન તત્વોની ઉણપ દૂર કરવા માટે ઈંડું ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ સંપૂર્ણપણે શાકાહારી લોકો આ સલાહ અપનાવતા નથી, આથી હવે તેમની સમસ્યા દૂર કરવા માટે ટૂંક સમયમાં જ હવે શાકાહારી ઈંડુ આવી રહ્યું છે 
 

ટૂંક સમયમાં જ બજારમાં આવશે 'શાકાહારી ઈંડુ', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે

નવી દિલ્હીઃ ખાણી-પીણીની બાબતને સમાજમાં મુખ્ય રીતે ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. શાકાહારી, બિનશાકાહારી અને ઈંડાહારી(એગેટેરિયન). શહેરી સંસ્કૃતિના કેટલાક લોકો ઈંડાને શાકાહારી કેટેગરીમાં માને છે. જોકે, ગ્રામ્ય સંસ્કૃતિમાંથી શહેરમાં આવીને વસેલા લોકો આજે પણ ઈંડાને શાકાહારી તરીકે સ્વીકારવા તૈયાર નથી. ડોક્ટરો દ્વારા શરીરમાં પ્રોટીન તત્વોની ઉણપ દૂર કરવા માટે ઈંડું ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ સંપૂર્ણપણે શાકાહારી લોકો આ સલાહ અપનાવતા નથી, આથી હવે તેમની સમસ્યા દૂર કરવા માટે ટૂંક સમયમાં જ હવે શાકાહારી ઈંડુ આવી રહ્યું છે. 

હકીકતમાં આ કોઈ ઈંડુ નહીં હોય, પરંતુ એક એવો પદાર્થ હશે જે ઈંડુ ખાવાથી તમારા શરીરમાં જે પ્રોટીન તત્વો પ્રાપ્ત થાય છે તેને પૂરા પાડશે. ઈંડુ ન ખાનારા લોકો માટે એક મોટી કંપનીએ 'લિક્વિટ એગ સબસ્ટિટ્યુટ' નામનો ખાદ્ય પદાર્થ લોન્ચ કર્યો છે. તે સંપૂર્ણ પણે મગની દાળમાંથી બનેલો છે. 

કંપની ચાલુ વર્ષે તેને ભારતીય બજારમાં ઉતારવા માગે છે. કંપનીનો દાવો છે કે, ઈંડાના વિકલ્પ તરીકે લોન્ચ કરવામાં આવેલી આ પ્રોડક્ટને અમેરિકામાં જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. આશા છે કે, ભારતીય શાકાહારી લોકો પણ તેને સ્વીકારવામાં ખચકાશે નહીં. 

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં શરીરમાં પ્રોટીન તત્વો પહોંચાડવા માટે ઈંડુ સૌથી સરળ અને સસ્તો ખાદ્ય પદાર્થ છે. પ્રોટીન માટે સોયાબિન, દૂધ, વટામા વગેરે અનેક વિકલ્પ છે, પરંતુ તેને ખાવા એટલું સુલભ નથી. ઈંડુ ખાવું અત્યંત સુલહ હોય છે, સાથે જ આ વસ્તુઓના ભાવ ઈંડા કરતા વધુ હોય છે. 

ઈંડાને અનેક સ્વરૂપમાં ખાઈ શકા છે, જેમ કે ઈંડાને ઉકાળીને, આમલેટ બનાવીને, દૂધમાં નાખીને, કેક બનાવીને, એગ રોલ વગેરે અનેક પ્રકારની વાનગી ઈંડામાંથી બનાવી શકાય છે. બીજા પ્રોટીનયુક્ત પદાર્થોમાં આટલા વિકલ્પ મળતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news