લગ્નોમાં જ્યારે વિવાદ થાય છે ત્યારે અનેકવાર એવું થાય છે કે મામલો મંડપથી લઈને પોલીસ મથક સુધી પહોંચી જતો હોય છે. કેટલાક કેસના પતાવટ થઈ જાય છે પરંતુ કેટલીકવાર એવું પણ થાય છે કે જાન દુલ્હનને લીધા વગર જ પાછી ફરી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવા કેસોમાં મોટાભાગે ભૂલ છોકરાવાળાઓની જોવા મળતી હોય છે. હાલ ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં જાનનું છોકરીવાળા દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ લગ્નની તમામ રસ્મો પણ શરૂ થઈ. જયમાલા બાદ દુલ્હા દુલ્હનના ફેરા પણ પતી ગયા. હવે વિદાયનો સમય આવ્યો. જેવા વરરાજા કારમાં બેઠા તો પડી ગયા. જમીન પર પડતાની સાથે જ વરરાજાએ એવી હરકતો ચાલુ કરી દીધી કે દુલ્હન તો સ્તબ્ધ થઈ ગઈ. તેણે સાસરે જવાની ના પાડી દીધી. આ જોઈને મામલો ગરમાઈ ગઓ. સીધો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જાનૈયાઓ કોઈ પણ ભોગે દુલ્હનને લઈ જવા માટે માથાપચ્ચી કરી રહ્યા હતા. જ્યારે દુલ્હન પક્ષ વરરાજાને વાઈની બીમારી છૂપાવવા બદલ દીકરીને સાસરે ન મોકલવા માટે મક્કમ હતા. 


ચૂપચાપ આવ્યો અને મહિલાને પકડીને ચુંબન કરીને ભાગી ગયો યુવક...ચોંકાવનારો Video 


'ચોલી કે પીછે' ગીત પર યુવતીનો જબરદસ્ત હોટ ડાન્સ, Video જોઈને પાણી પાણી થઈ જશો


ફલાઇટમાં ફીમેલ સ્ટાફ જ કેમ હોય છે? સુંદરતા જ નહી બીજું જ છે સાચું કારણ, તમે પણ જાણો


અલીગોળ ખિડકી રહીશ દીપક શાક્યની 28 વર્ષની બહેન આરતીના લગ્ન પ્રેમનગર પોલીસ મથક હદના રાજકુમાર સાથે નક્કી થયા હતા. બે મહિના પહેલા સગાઈ થઈ અને 11 માર્ચે લગ્ન થયા. ધૂમધામથી લગ્ન થયા અને 12 માર્ચે વિદાયનો સમય આવ્યો તો બહેનને કારમાં બેસાડ્યા બાદ જ્યારે વરરાજા કારમાં બેસવા ગયા ત્યારે અચાનક બેભાન થઈને પડી ગયા. શરીર અકડાતા અને કપડાં ફાટતા જોઈને પરિજનોએ ચપ્પલ સૂંઘાડવા માંડ્યા ત્યારબાદ વરરાજા ઠીક થયા. આ જોઈને દુલ્હન ભડકી ગઈ અને કાર નીચે ઉતરીને વરરાજા સાથે જવાની ના પાડી દીધી. 


બીજી બાજુ સસારીયાઓ દુલ્હનને પોતાની સાથે લઈ જવાની જીદ કરવા લાગ્યા. જેને કારણે વિવાદની સ્થિતિ સર્જાઈ ગઈ અને હંગામો મચી ગયો. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. દુલ્હન પક્ષનો આરોપ છે કે વરરાજાના વાઈની બીમારીથી પીડિત છે એ વાત તેમણે લગ્ન સમયે જણાવી નહીં. બીજી બાજુ વરરાજા પક્ષના લોકોનું કહેવું હતું કે વરરાજાને ખેંચ આવતી નથી. આ મામલો હાલ મેડિકલ તપાસ સુધી પણ પહોંચી ગયો છે. પોલીસ સમગ્ર મામલે સામાન્ય સહમતિ બનાવવામાં લાગી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube