નવી દિલ્હી/ દેહરાદુન: ઉત્તરાખંડની સાત નગર નિગમ સહિત 84 સ્થાનિક ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કેટલી જગ્યાથી પરિણામ આવવાના શરૂ પણ થઇ ગયા છે. રાજ્યભરમાં 43 વાર્ડ પર પરિણામ જાહર કરવામાં આવ્યા છે. જેમાંથી 34 વોર્ડ પર અપક્ષે બાજી મારી લીધી છે. 8 વોર્ડ પર ભાજપ જ્યારે 1 વોર્ડ પર કોંગ્રેસ ખોતું ખોલાવ્યું છે. પ્રદેશમાં મેયર પદ માટે 51 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ-કોંગ્રેસ જ નહીં અપક્ષના ઉમેદવારો પર બધાની નજર જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે સમગ્ર પ્રદેશમાં મતપત્રથી ચૂંટણી યોજાઇ છે. 2013ની ચૂંટણીને જમે આ વખતે ચાર નગર નિગમોમાં એવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પ્રદેશમાં 1257 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા 2664 મતદાન સ્થળ પર રવિવારે મતદાન થયું હતું. સમગ્ર પ્રદેશમાં 69.79 ટકા મતદાન થયું છે. રવિવારે સાત નગર નિગમ, 39 નગર પાલિકા પરિષદ અને 39 નગર પંચાયતોમાં ચૂંટણી કરવામાં આવી છે.


વાંચવા માટે ક્લિક કરો: છત્તીસગઢ ચૂંટણી 2018: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 2 અધ્યક્ષ અધિકારીઓ અને 2 ટીઆઇ સસ્પેન્ડ


- હલ્દ્વાની, નગર નિગમ બોર્ડ નંબર 5થી ભાજપ ઉમેદવાર મીના દેવી, વોર્ડ નંબર 9થી અપક્ષ ઉમેદવાર રાજેન્દ્ર સિંહ જીણા, વોર્ડ નં 12થી અપક્ષ ઉમેદવાર રાધા આર્યની જીત થઇ છે.
- બાગેશ્વરના નારાયણદેવ વોર્ડમાં ભાજપની અંજૂ પૂનાની જીત થઇ છે.
- ચમોલીના થરાલીથી કોંગ્રેસની બસંતી દેવી અને નંદપ્રયાગથી અપક્ષ ઉમેદવાર વિનોદની જીત થઇ છે.
- ગૌચર નગરપાલિકાથી 4 વોર્ડ પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે.
- દેહરાદૂન નગરપાલીકા પરિષદ ડોઇવાલામાં કુલ 3 વોર્ડના પરિણામ જાહેર થયા છે જેમાં 2 વોર્ડમાં ભાજપ અને 1 વોર્ડમાં અપક્ષ ઉમેદવારની જીત થઇ છે.
- મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની વિધાનસભા ડોઇવાલા નગર પાલિકામાં કુલ 20 વોર્ડ છે, જેમાં અત્યાર સુધીની જાણકારી અનુસાર, ભાજપને 2 અને અપક્ષને 1 બેઠક પર જીત મળી છે.
- રાણીખેતસ અલ્મોડા-નવી રચાયેલ ચિલનાવાલા નગર પાલિકાના વોર્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વોર્ડ નં 1, 2, 3, 4 અને 6માં અપક્ષ ઉમેદવારે બાજી મારી લીધી છે. ત્યારે વોર્ડ નં 5 અને 7માં ભાજપના ઉમેદવારની જીત થઇ છે.


વાંચવા માટે ક્લિક કરો: CBI ડાયરેક્ટર આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરી થશે સુનાવણી


રાજ્ય ચૂંટણી કમિશનર ચંદ્રશેખર ભટ્ટે જણાવ્યું હતું કે 84 સ્થાનિક ચૂંટણીમાં મત ગણતરી માટે કુલ 822 ટેબલ લગાવવામાં આવ્યા છે. સૌથી વધારે 226 ટેબલ યૂએસનગરમાં, 166 દેહરાદૂનમાં અને 96 ટેબલ નૈનીતાલમાં લગાવવામાં આવ્યા છે. રૂદ્રપ્રયાગમાં સૌથી ઓછા 12 ટેબલો પર મત ગણતરી કરવામાં આવી રહી છે. મેયર, પાલીકાધ્યક્ષ અથવા નગર પંચાયત અધ્યક્ષ માટે પરિણામ મોડી રાત્રે આવવાની આશા છે. ચૂંટણીનું સંપૂર્ણ ચિત્ર સામે આવવામાં બુધવાર સવાર સુધીનો સમય લાગી શકે છે. આખો દિવસ અને આખી રાત મત ગણતરીની સંભાવનાને જોઇને કમિશને તેની સંપૂર્ણ તૈયારી કરી છે.


વાંચવા માટે ક્લિક કરો: CBI વિવાદ પર સુનાવણી કરતા ગુસ્સે થયા CJI, સીનિયર વકીલને પૂછ્યુ- સીલબંધ રિપોર્ટ કેવી રીતે લીક થયો?


એડીજી કાયદા વ્યવસ્થા અશોક કુમારે જણાવ્યું કે પ્રદેશમાં 44 મત ગણતરી સ્થળ બનાવવામાં આવ્યા છે. જેમાં સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 10 હજાર પોલીસ કર્મી અને હોમગ્રાડ ઉપરાંત 15 કંપની પીએસી સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર મત ગણતરી સ્થલો પર ટેબલ ડ્યૂટી ઉપરાંત ઇન અને આઉટર કોર્ડનમાં થ્રી લેયર સુરક્ષા કરવામાં આવી છે. જેમાં શસ્ત્ર સાથે પોલીસ કર્મી તૈનાત છે. દરેક સ્થળ પર સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવી રહી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...