ચમોલી: ઉત્તરાખંડ (Uttarakhand) સ્થિત ચમોલીમાં મોટી દુર્ઘટના ઘટી છે અને ચમોલી નંદા દેવી નેશનલ પાર્ક હેઠળ કોર ઝોનમાં સ્થિત ગ્લેશિયલ તૂટવાના કારણે રૈણી ગામની પાસે ઋષિ ગંગા તપોવન હાઈડ્રો પ્રોજેક્ટનો બંધ તૂટી ગયો છે. અકસ્માતમાં આ પ્રોજેક્ટમાં કામ કરતા અનેક મજૂરો વહી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર  સિંહ રાવત જશે ઘટનાસ્થળે
ઉત્તરાખંડ (Uttarakhand) ના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ટ્વીટ કરીને લોકોને અફવાઓથી બચવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે ચમોલી જિલ્લાથી એક આફતના સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ આફતને પહોંચી વળવાના આદેશ અપાયા છે. કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો. સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે હું પોતે ઘટનાસ્થળ માટે રવાના થઈ રહ્યો છું. મારી બધાને વિનંતી છે કે કૃપા કરીને કોઈ પણ જૂનો વીડિયો શેર કરીને અફવા ન ફેલાવો. સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. તમે બધા ધૈર્ય રાખો. 


Farmers Protest: કૃષિ કાયદા મુદ્દે BJP ના કદાવર નેતાએ મોદી સરકારની ઝાટકણી કાઢી


ઉત્તરાખંડ સરકારે બહાર પાડ્યા હેલ્પલાઈન નંબર
ઉત્તરાખંડ (Uttarakhand) સરકારે અકસ્માત અંગે હેલ્પલાઈન નંબર  બહાર પાડ્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે મદદ માટે 9557444486 અને 1070 નંબર પર સંપર્ક કરી શકો છો. 


હરિદ્વારમાં ખાલી કરાવવામાં આવી રહ્યો છે ગંગા કિનારાનો વિસ્તાર
ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે સુરક્ષા કારણોસર હરિદ્વાર સહિત અનેક જિલ્લાઓમાં અલર્ટ બહાર પાડવામાં આવેલ છે. હરિદ્વારના ડીએમએ જોખમ જોતા ગંગા કિનારાના વિસ્તારોને ખાલી કરાવવાના નિર્દેશ આપ્યા છે. અત્રે જણાવવાનું કે આ મહિનાથી હરિદ્વારમાં કુંભની શરૂઆત થવાની છે. જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube