દેહરાદૂનઃ ઉત્તરાખંડથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડ કેબિનેટે UCC બિલને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી ધામીના આવાસ પર યોજાયેલી બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી છે. સીએમ પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં બિલને મંજૂરી મળી ગઈ છે. ઘણા દિવસથી તેને લઈને ચર્ચા ચાલી રહી હતી. મુખ્યમંત્રીના નિવાસ્થાને આજે સાંજે છ કલાકે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચર્ચા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UCC કાયદામાં શું છે?
ઉત્તરાખંડમાં નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ UCC નો ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટમાં એક એવો કાયદો બનાવવાની વાત છે જે લગ્ન, છુટાછેડા, સંપત્તિ, જાતિથી સંબંધિત મામલામાં દરેક ધર્મો પર એક સમાન લાગૂ થશે. માર્ચ 2022માં સરકારની રચના બાદ મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક નિષ્ણાંત સમિતિ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.


આ પણ વાંચોઃ અયોધ્યામાં 13 દિવસમાં કેટલા ભક્તો ઉમટ્યા? કેટલું દાન મળ્યું? આંકડો સાંભળી લાગશે ઝટકો


5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે વિધાનસભાનું વિશેષ સત્ર
ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે  UCC પર બિલ પાસ કરાવવા માટે 5 ફેબ્રુઆરીથી ઉત્તરાખંડ રાજ્ય વિધાનસભાનું 4 દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. વિધાનસભામાં બિલના રૂપમાં રજૂ કરતા પહેલા આ ડ્રાફ્ટ પર રાજ્ય મંત્રીમંડળમાં ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગૂ કરવી ધામી સરકારની પ્રાથમિકતામાં સામેલ છે.