જમ્મૂ-કાશ્મીરઃ માતા વૈષ્ણો  દેવીના ભક્તો માટે એક ખુશખબર છે. નવરાત્રીને જોતા શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે 'માતા વૈષ્ણો દેવી' મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા શ્રદ્ધાળુઓ હવે ઘરે બેસીને માતાના લાઇવ દર્શન કરી શકશે. એટલું જ નહીં ભક્તજનો માતાની લાઇવ આરતી પણ જોઈ શકશે. શ્રદ્ધાળુ ઈચ્છે તો યાત્રા માટે આ એપ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ગુરૂવારે આ એપને લોન્ચ કરી છે. આ એપને એન્ડ્રોઇડ ફોન માટે પ્લેસ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમારે કહ્યુ કે, હાલ તેને આઈઓએસ પ્લેટફઓર્મથી ડાઉનલોડ કરી શકાશે નહીં. મોબાઇલ એપ પર એક ફીચર એવું પણ જશે જેના દ્વારા શ્રદ્ધાળુઓ હવનનું લાઇવ પ્રસારણ જોઈ શકશે. 


તેમણે કહ્યું કે, ભક્તો માટે એક ખુશખબર છે. તીર્થયાત્રિકોની સંખ્યાની મર્યાદા વધારી દેવામાં આવી છે. પહેલા નિયમો પ્રમાણે દરરોજ 5000 ભક્તો માતાના દર્શન કરી શકતા હતા. પરંતુ હવે આ સંખ્યા વધારીને 7 હજાર થઈ ગઈ છે. આ સાથે બીજા રાજ્યોથી આવતા યાત્રાળુઓએ કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે. નવરાત્રિ દરમિયાન પાછલા વર્ષની જેમ આ વર્ષએ પણ મહા ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવશે. 


હાથરસ મામલે સુનાવણી પૂરી, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો 


મહત્વનું છે કે 1986મા બોર્ડની રચના થયા બાદ માતા વૈષ્ણો દેવી આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. પરંતુ હાલ કોરોનાને કારણે વધુ સંખ્યામાં લોકો દર્શન કરવા જતા નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube