Bomb Threat: વારાણસી એરપોર્ટ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ભવન પર ડ્રોન હુમલાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર
લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ડાયરેક્ટરને મળેલા એક પત્રમાં પ્રધાનમંત્રી તથા રાષ્ટ્રપતિ ભવન સહિત દેશના અનેક મહત્વપૂર્ણ સ્થળો પર ડ્રોન હુમલાની ધમકી આપવામાં આવી છે.
વારાણસી: લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ડાયરેક્ટરને મળેલા એક પત્રમાં પ્રધાનમંત્રી તથા રાષ્ટ્રપતિ ભવન સહિત દેશના અનેક મહત્વપૂર્ણ સ્થળો પર ડ્રોન હુમલાની ધમકી આપવામાં આવી છે. મામલાને ગંભીરતાથી લેતા વારાણસી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ પોસ્ટ વિભાગના માધ્યમથી એ જાણવાની કોશિશ કરી રહી છે કે ધમકીભર્યા પત્રને ક્યાંથી મોકલવામાં આવ્યો અને કોણે મોકલ્યો.
એરપોર્ટના મુખ્ય સુરક્ષા અધિકારીના જણાવ્યાં મુજબ આ પત્રને પોસ્ટના માધ્યમથી મોકલાયો જે ગુરુવારે મળ્યો. ડાઈરેક્ટરના નામે આવેલા આ પત્રમાં તેને મોકલનારાનું નામ નથી. શંકા જતા પત્ર જ્યારે વાંચવામાં આવ્યો તો જાણવા મળ્યું કે મોકલનારાએ બાબતપુર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સાથે જ લખ્યું છે કે રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી ભવન સહિત દેશના અન્ય એરપોર્ટ ઉપરાંત અન્ય અનેક મહત્વપૂર્ણ સ્થળો પર ડ્રોનથી હુમલા કરાશે.
પોલીસે દાખલ કર્યો કેસ
મામલાને ગંભીરતા લેતા વારાણસી પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ અંગે એરપોર્ટ ડાઈરેક્ટરની ફરિયાદના આધારે ફૂલપુર પોલીસ મથકે કેસ દાખલ કર્યો છે. એસીપી પિંડરા અમિત પાંડેના જણાવ્યાં મુજબ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરીને પોલીસ તપાસ કરી રહી છે. આ પત્ર કોણે મોકલ્યો અને ક્યાંથી મોકલ્યો તેની માહિતી મેળવવામાં આવી રહી છે. આ અંગે પોસ્ટ વિભાગની પણ મદદ લેવામાં આવી છે.
હિંડનબર્ગના રિપોર્ટે અદાણી સામ્રાજ્યના પાયા હચમચાવ્યા, ગ્રુપે હવે લીધું મોટું પગલું
નાગાલેન્ડમાં 60 વર્ષનો ઈતિહાસ બદલાયો, અહીંથી 2 મહિલાઓએ મેળવી ભવ્ય જીત
પેટાચૂંટણીમાં કોંગ્રેસનો જલવો! BJP ને મળ્યો ઝટકો, 28 વર્ષ બાદ આ સીટ હાથમાંથી સરકી
હાઈ એલર્ટ જાહેર
આ પત્ર સામે આવ્યા બાદ પોલીસે વારાણસી એરપોર્ટની સાથે સાથે વારાણસીના અન્ય રાષ્ટ્રીય મહત્વના સ્થળોની સુરક્ષા વધારી છે. સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ બહાર પાડ્યું છે. જ્યારે વાસાણસી પોલીસના ઈનપુટ પર દિલ્હીમાં પણ રાષ્ટ્રીય મહત્વના સ્થાનો અને પ્રતિષ્ઠાનોની સુરક્ષા વધારવામાં આવી છે.
એરપોર્ટ મેનેજમેન્ટે ઓપરેશનલ વિસ્તારના વોચ ટાવર પર તૈનાત સુરક્ષા કર્મીઓે અલર્ટ કર્યા છે. આ સાથે જ વારાણસી પોલીસે હવાઈ ક્ષેત્રમાં કોઈ પણ ડ્રોન જોવા મળે તો ઉચ્ચ અધિકારીઓને તેની જાણ કરવાના આદેશ આપ્યા ચે. એલબીએસ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના ડાઈરેક્ટર આર્યમા સાન્યાલે ધમકીભર્યા પત્રની પુષ્ટિ કરી છે. કહ્યું કે અમે તેને પોલીસને સોંપી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube