આપણે હાલતા ચાલતા ઘરમાં એવી વસ્તુઓ આપણા વડીલો પાસેથી સાંભળતા હોઈએ છીએ કે જેન વિશે તે સમયે જાણીને તો અજીબ લાગે જેમ કે રાતે નખ ન કાપવા, રવિવારે તુલસી ન તોડવી, રસોડામાં એઠા વાસણો ન મૂકવા, લોટ બાંધ્યા બાદ તેને ઢાંકી દેવો વગેરે. આ બધી વાતો તમને સાંભળવામાં જૂની પૂરાણી જરૂર લાગતી હશે પરંતુ તેનું ક્યાંકને ક્યાંક ધાર્મિક કે વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાણ હોય છે. ખાસ કરીને લોટ બાંધતી વખતે તો ખુબ સાવધાની વર્તવાની જરૂર હોય છે કારણ કે તમારી એક નાનકડી ભૂલ જીવનભરનો પસ્તાવો લાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોટ બાંધ્યા બાદ આ ભૂલ ન કરવી
મોટા ભાગના લોકો લોટ બાંધ્યા બાદ તેને એમ જ છોડી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે લોટ બાંધ્યા બાદ તેના પર આંગળીઓના નિશાન ખાસ પાડવા જોઈએ. જો તમે બાંધેલા લોટ પર આંગળીઓના નિશાન ન બનાવો તો તે અશુભ ગણાય છે. એવી માન્યતા છે કે બાંધેલા લોટ પર આંગળીઓના નિશાન બનાવવામાં ન આવે તો તેને પિંડ માનવામાં આવતો હોય છે. એવું લાગે છે જાણે પિતૃઓને પિંડદાન કર્યું હોય. આથી લોટ બાંધ્યા બાદ તેના પર આંગળીઓથી નિશાન ચોક્કસ બનાવવા જોઈએ. 


5 રૂપિયાનો સિક્કો બનાવશે કરોડપતિ!, આ ટોટકા અજમાવશો તો રાતોરાત અમીર બની જશો


નવરાત્રી દરમિયાન કરો આ 7 મંત્રોનો જાપ, જીવનભર તમારા ઘર-પરિવાર પર રહેશે માતાજીની કૃપા


100 વર્ષ બાદ 4 રાજયોગનો મહાસંયોગ, આ 4 રાશિવાળાને કરાવશે બંપર ધનલાભ


વધેલા લોટને વાપરવો ન જોઈએ
અનેકવાર આપણે રોટલી કે ભાખરી બનાવતા જે લોટ વધ્યો હોય તેને ફરી રસોઈ કરતી વખતે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પરંતુ આમ કરવું ખોટું છે અને આ કારણસર તમારે પિતૃદોષનો સામનો પણ કરવો પડી શકે છે. આમ કરવાથી ઘરનો માહોલ પણ ખરાબ થાય છે અને અવારનવાર ઘરમાં કજિયા કલેશ થાય છે. ઘરમાં નેગેટિવિટી પણ આવે છે. આથી બચેલો લોટ કે રોટલી હંમેશા ગાય કે કૂતરાને ખવડાવી દેવાય છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. આ માટે કોઈ એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લેવી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube