5 રૂપિયાનો સિક્કો તમને બનાવશે કરોડપતિ!, આ ટોટકા અજમાવશો તો રાતોરાત અમીર બની જશો

કરોડપતિ બનવું કોને ન ગમે? દરેકનું સપનું હોય છે કરોડપતિ બનવાનું, આ માટે લોકો જાત જાતના ટોટકા પણ અપનાવતા હોય છે. કેટલાક લોકો મહેનત કરે છે, તો કેટલાક આવા ટોટકા અપનાવે છે. બીજી બાજુ કેટલાક લોકોના નસીબ એટલા તે ધારદાર હોય છે કે બેઠા બેઠા જ લોટરી લાગી જાય છે. આજે અમે તમને કરોડપતિ બનવાના કેટલાક અચૂક ટોટકા જણાવીએ છીએ.

5 રૂપિયાનો સિક્કો તમને બનાવશે કરોડપતિ!, આ ટોટકા અજમાવશો તો રાતોરાત અમીર બની જશો

કરોડપતિ બનવું કોને ન ગમે? દરેકનું સપનું હોય છે કરોડપતિ બનવાનું, આ માટે લોકો જાત જાતના ટોટકા પણ અપનાવતા હોય છે. કેટલાક લોકો મહેનત કરે છે, તો કેટલાક આવા ટોટકા અપનાવે છે. બીજી બાજુ કેટલાક લોકોના નસીબ એટલા તે ધારદાર હોય છે કે બેઠા બેઠા જ લોટરી લાગી જાય છે. આજે અમે તમને કરોડપતિ બનવાના કેટલાક અચૂક ટોટકા જણાવીએ છીએ. કમાલની વાત એ છે કે આ ટોટકા ખુબ જ સરળ અને ફક્ત 5 રૂપિયામાં થઈ જાય છે. આ ટોટકા અનુસર્યા બાદ વ્યક્તિને પૈસાની તંગી થતી નથી. ઉપરથી એટલા પૈસા મળશે કે ગમે તેટલા ખર્ચ કરશો તો પણ ખતમ નહીં થાય. 

જીવન બદલી નાખે છે આ ટોટકા
અમીર બનવા માટે 5 રૂપિયાના સિક્કા પર સિંદુરથી પહેલા તમારું નામ લખો. ત્યારબાદ નામ લખેલા ભાગને ઉપરની બાજુ રાખીને તેને ધાબે પાણીની ટાંકી પર આખી રાત રાખી મૂકો. જો પાણીની ટાંકી ન હોય તો ધાબે પણ રાખી શકાય છે. આમ કર્યા બાદ બીજા દિવસે માતા લક્ષ્મીનું આહ્વાન કરીને તે સિક્કાને લાલ કપડાંમાં લપેટી તમારા પર્સમાં રાખી મૂકો. આ સિક્કો ક્યારેય તમારી પાસે પૈસાની કમી નહીં થવા દે. 

ગરીબી કે દેવા દૂર કરવાનો ટોટકો
ગરીબી સામે ઝઝૂમી રહેલા કે દેવા નીચે દબાયેલા લોકોએ આ ટોટકો અજમાવવા જેવો છે. તમને 5 રૂપિયાના સિક્કાનો આ ટોટકો અસરકારક પરિણામ આપશે. આ માટે પૂજા સ્થળ પર ચોખા કે પછી દૂર્વાથી ભલેલા એક કળશની સ્થાપના કરો. આ સાથે જ કળશમાં 5 રૂપિયાનો સિક્કો પણ નાખો, રોજ તેની પૂજા કરો. થોડા દિવસમાં આર્થિક સ્થિતિમાં ફરક સ્પષ્ટ જોવા મળશે. 

પૈસા કમાવવા માટે આ ટોટકો
પૈસા કમાવવાની તમામ કોશિશો જો અસફળ રહી હોય તો આ ઉપાય તમને લાભ કરાવી શકે છે. આ માટે શુક્રવારે રાતે પૂજા સ્થળ પર એક ચોકી પર કળશ સ્થાપિત કરો. કળશમાં 5 રૂપિયાનો સિક્કો રાખો. તેના પર કેસરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવો ત્યારબાદ રોજ તે કળશની પૂજા કરો. માતા લક્ષ્મી પૈસાનો વરસાદ કરશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news