Vastu Plant: મની પ્લાન્ટથી વધુ અસર બતાવે છે આ છોડ, આ દિશામાં લગાવતાં જ તિજોરી પણ પડશે નાની
સ્પાઇડર પ્લાન્ટને લઇને વાસ્તુ જાણકારોનું કહેવું છે કે જો તેને ઘરમાં યોગ્ય જગ્યા અને યોગ્ય દીશામાં રાખવામાં આવે તો આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આવો જાણીએ તેના ફાયદા અને દિશા વિશે કેટલીક વાતો...
Spider Plant Tips: મોટાભાગે ઘરોમાં તમે સ્પાઇડ પ્લાન્ટ લાગેલા જોયા હશે. પરંતુ ઘણીવાર પુરી જાણકારી ન હોવાથી છોડનું યોગ્ય ફળ મેળવી શકતા નથી. વાસ્તુમાં તેને મની પ્લાન્ટ કરતાં પણ વધુ અસરદાર છોડ કહેવામાં આવ્યા છે. સ્પાઇડર પ્લાન્ટને લઇને વાસ્તુ જાણકારોનું કહેવું છે કે જો તેને ઘરમાં યોગ્ય જગ્યા અને યોગ્ય દીશામાં રાખવામાં આવે તો આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આવો જાણીએ તેના ફાયદા અને દિશા વિશે કેટલીક વાતો...
આ દિશામાં લાગાવો સ્પાઇડર પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્રના અનુસાર કોઇપણ વસ્તુ સકારાત્મક પરિણામ ત્યારે આપે છે, જ્યારે તે યોગ્ય દિશા અને યોગ્ય જગ્યા પર રાખવામાં આવે. વાસ્તુ જાણકારોના અનુસાર વાસ્તુ પ્લાન્ટને ઘરની ઉત્તર, પૂર્વ, ઉત્તર-પૂર્વ, ઉત્તર પશ્વિમ દિશામાં રાખવાનું શુભ ફળદાયી હોય છે. જો તેને તમારી ઓફિસ અથવા કાર્યાલયમાં રાખો છો, તો તે પોતાના ટેબલ પર રાખવું જોઇએ.
અહીં લગાવો સ્પાઇડ પ્લાન્ટ
વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા અને નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે સ્પાઇડર પ્લાન્ટને યોગ્ય દીશામાં રાખવા ખૂબ જરૂરી છે. તેને ઘરના લિવિંગ રૂમ, કિચન, બાકની અને સ્ટડી રૂમમાં લગાવી શકાય છે.
આ વાતોનું રાખો ધ્યાન
જો તમે પણ ઘરે સ્પાઇડર પ્લાન્ટ લગાવ્યા છે, તો આ વાતનું ધ્યાન રાખો કે તે ભૂલથી સુકાવવા ન દો. તેને સુકાતા તેને તાત્કાલિક ઘરમાંથી હટાવી દો અને તેના સ્થાન પર નવા છોડ લગાવો. ઘરની દક્ષિણ દિશા અને પશ્વિમ દિશામાં સ્પાઇડર પ્લાન્ટ લગાવવા અશુભ ફળદાયી થાય છે. એટલા માટે ઉચિત દિશામાં લગાવીને જ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.
સ્પાઇડર પ્લાન્ટના ફાયદા
વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં સ્પાઇડર પ્લાન્ટ લગાવવાથી ઘરમાં તણાવનું હોર્મોન ઓછું થઇ જાય છે. તેનાથી વ્યક્તિ તણાવ અને ડિપ્રેશનથી દૂર રહે છે. એટલું જ નહી, ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરીને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તેને યોગ્ય જગ્યાએ રાખવાથી વ્યક્તિને મોટીમાં મોટી વસ્તુમાંથી મુક્તિ મળી જાય છે.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube