VIDEO: Train-18 એ તોડ્યા સ્પીડના તમામ રેકોર્ડ, સ્પીડોમીટરે સ્પર્શ્યો 180KM/hનો આંકડો
આ ટ્રેનને વારાણસી અને નવી દિલ્હી વચ્ચે દોડાવાની યોજના છે ત્યારે તેની ત્રીજી ટ્રાયલમાં ટ્રેને 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડીને ભારતીય રેલવેમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે....
નવી દિલ્હીઃ દેશની સૌથી ઝડપી અને પ્રથમ સેમીહાઈસ્પીડ એન્જિનલેસ Train-18 ટ્રેનને આધિકારિક રીતે ચલાવાની મંજૂરી મળી ગઈ છે. રેલવેમંત્રી પિયુષ ગોયલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ચાલતી ટ્રેનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં આ ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે.
આ ટ્રેન દેશની સૌથી ઝડપી ગતિએ ચાલનારી ટ્રેન છે. તેણે ઝડપની બાબતે રાજધાની અને શતાબ્દીને પણ પાછળ પાડી દીધી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીથી નવી દિલ્હી વચ્ચે ચલાવાની યોજના છે. વડા પ્રધાન મોદી ખુદ આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ચાર પ્રવાસ સ્થળોએ શરૂ થશે સીપ્લેનની સુવિધા
T-18 નામથી જાણીતી આ ટ્રેનમાં યુરોપમાં ચાલતી આધુનિક રેલગાડીની તમામ સુવિધાઓ આપવામાં આવી છે. આ ટ્રેનની એરોડાયનેમિક ડિઝાઈન તેની સ્પીડ વધારવામાં મદદ કરે છે. ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાં બે એક્ઝીક્યુટિવ ક્લાસના રહેશે.