નવી દિલ્હી : આઇસીઆઇસીઆઇ અને વીડિયોકોન અંગેના મની લોન્ડ્રિંગ મુદ્દે તપાસ કરી રહેલ પ્રવર્તન નિર્દેશાલય (ED) એ તપાસનું વર્તુળ વધારતા બેંકનાં પૂર્વ સીઇઓ ચંદા કોચરને આવતા અઠવાડીયે રજુ થવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, ચંદા કોચરને 10 જુને આ મુદ્દે સાક્ષી આપવા માટે કહેવામાં આવ્યું છે. આ અગાઉ તેમણે ગત્ત ગુરૂવારે રજુ થવાનું હતું, પરંતુ તેમણે તારીખ આગળ વધારવા માટેની અપીલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિ પંચની બેઠકમાં આવશે મમતા બેનર્જી, રાજીવ કુમારે આશા વ્યક્ત કરી
ઇડીએ ગત્ત મહિને પણ આ મુદ્દે કરી હતી પુછપરછ
ઇડીએ ગત્ત મહિને ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરની અનેક વખત પુછપરછ કરી ચુકી છે. સાથે જ બંન્નેએ નિવેદનો પણ નોંધાવી ચુક્યા છે. સુત્રોએ આ જ અઠવાડીયે કહ્યું હતુંકે તપાસ એજન્સીઓ અને બેંક અધિકારીઓને બોલાવીને તેમની પુછપરછ કરવા અને ચંદા કોચરનાં નિવેદનની પૃષ્ટી કરવાની મંશા ધરાવે છે. તેઓ આ મુદ્દે સ્પષ્ટ રીતે સમજવા માંગે છે. 


રાહુલની PM મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી, તેમનો પ્રચાર અત્યંત ઝેરી
માલદીવ ઉપરાંત ટોચના 8 દેશો પણ આપી ચુક્યા છે PM મોદીને સર્વોચ્ચ સન્માન...
ચંદા કોચર અને તેના પતિ દીપક કોચર સાથે ઇડીએ આઠ કલાક કરતા પણ વધારે પુછપરછ કરી હતી. આ પહેલી તક હતી જ્યારે ઇડીએ ચંદા કોચરથી દિલ્હીમાં પુછપરછ કરી હતી. માર્ચમાં ઇડીએ તેમને મુંબઇમાં પુછપરછ કરી હતી. આ સમયે સુત્રોએ જણાવ્યું હતું કે, ચંદા કોચર અને દીપક કોચર સાથે વીડિયોકોન ગ્રુપની સાથે વ્યક્તિગત્ત અને અધિકારીક લેવડદેવડ મુદ્દે પુછપરછ કરવામાં આવી હતી.