રાહુલની PM મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી, તેમનો પ્રચાર અત્યંત ઝેરી

વાયનાડ લોકસભા સીટ જીત્યા બાદ પહેલીવાર પોતાના સંસદીય વિસ્તારમાં ગયેલા રાહુલ ગાંધીએ શનિવારે રોડ શો બાદ કાલપેટા, કમબલકાડુ અને પનામરમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા

Updated By: Jun 8, 2019, 07:31 PM IST
રાહુલની PM મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી, તેમનો પ્રચાર અત્યંત ઝેરી

વાયનાડ : પોતાના સંસદીય વિસ્તાર વાયનાડની યાત્રાનાં બીજા દિવસે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરો શાબ્દિક પ્રહાર કર્યો અને કહ્યું કે, લોકસબા ચૂંટણી તેમનાં પ્રચાર અભિયાન ખોટુ, ઝેર અને ધ્રુણાથી ભરેલો હતો, જ્યારે કોંગ્રેસ સત્ય, પ્રેમ અને લગાવ સાથે ઉભી હતી. વાયનાડ લોકસભા સીટ જીત્યા બાદ પહેલીવાર પોતાના સંસદીય વિસ્તાર આવેલા ગાંધી શનિવારે રોડ શો બાદ કાલપેટા, કમબલકાડુ અને પનામરમમાં પાર્ટી કાર્યકર્તાને સંબોધિત કરી રહ્યા હતા. 
માલદીવ ઉપરાંત ટોચના 8 દેશો પણ આપી ચુક્યા છે PM મોદીને સર્વોચ્ચ સન્માન...
રોડ શોનાં રસ્તામાં મોટા પ્રમાણમાં કોંગ્રેસ નીત યુડીએફનાં કાર્યકર્તા અને મહિલાઓ હાજર હતી. રાહુલ ગાંધીની વિશેષ વાહન પર તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ કર્ણાટક પ્રભારી કે.સી વેણુગોપાલ, કેરળ વિધાનસભામાં વિપક્ષનાં નેતા રમેશ ચેન્નીથલા, કેરળ કોંગ્રેસ પ્રમુખ મુલ્લાપલ્લી રામચંદ્ર પણ હાજર હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી હથિાયરની જેમ ધૃણા ગુસ્સો અને અસત્યનો ઉપયોગ કરે છે. 

LIVE: માલદીવ પહોંચ્યા PM મોદી, ગાર્ડઓફ ઓનર ઉપરાંત સર્વોચ્ચ નાગરિક સન્માન પણ મળ્યું

રેલવેના ઈતિહાસમાં પહેલીવાર...હવે ચાલુ ટ્રેનમાં તમને મળશે આ ખાસ સુવિધા
તેમણે કહ્યું કે, તેમની પાર્ટી વડાપ્રધાન દ્વારા દર્શાવવામાં આવતી સૌથી ખરાબ ભાવનાઓ વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખશે. રાહુલ ગાંધીએ ત્યાં હાજર લોકોને કહ્યું કે, રાષ્ટ્રીય સ્તર પર અમે ઝેર સામે લડી રહ્યા છીએ. મોદીનો પ્રચાર અસત્ય, ઝેર ધૃણા અને દેશનાં લોકોનાં વિભાજનથી ભરેલો હતો. તેમણે ચૂંટણીમાં અસત્યનો પ્રયોગ કર્યો... કોંગ્રેસ સત્ય, પ્રેમ લગાવ સાથે ઉભી રહી. 

અલીગઢ હત્યા કેસ: મુખ્ય આરોપીની પત્ની અને ભાઈની ધરપકડ, SITને મળ્યો મહત્વનો પુરાવો
ગાંધીએ વાયનાડમાં શુક્રવારે અને શનિવારે રોડ શો કર્યો. આ દરમિયાન રસ્તા પર મોટા લોકોએ પોતાનાં નવા ચૂંટાયેલા નેતાનું સ્વાગત કર્યું. કમબલકાડુમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, વાયનાડમાં કેટલાક પડકારો છે જેમની સાથે કામ કરવાનો પાર મેળવી શકાય છે. તેમણે કહ્યું કે, મારુ કામ સમગ્ર વાયનાડનું પ્રતિનિધિત્વ કરવાનું છે. ચૂંટણીમાં તમામ દળનાં લોકોએ મારો સાથ આપ્યો. વાયનાડમાં મોટા પડકારો અને મુદ્દાઓ છે. અમે સાથે કામ કરીશું અને તમામ સમસ્યાઓનું સમાધાન કરીશું.