Farooq Abdullah Dance video News: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah) પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહના પૌત્રીના ચંડીગઢમાં યોજાયેલા લગ્નના એક વીડિયોમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોમાં 83 વર્ષના ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah)  મોહમ્મદ રફીના આજ કલ તેરે મેરે પ્યાર અને ગુલાબી આંખે જો તેરી દેખી... ગીત પર નાચતા જોવા મળ્યા. આ ક્લિપ સોશિયલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થઈ છે. 


જુઓ VIDEO



જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા મંચ પર એકદમ ડાન્સ મૂડમાં જોવા મળ્યા ત્યારે તેમણે પંજાબના સીએમ અમરિન્દરનો પણ હાથ પકડી લીધો અને તેમની સાથે ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા. વીડિયોમાં કેપ્ટન અમરિન્દર સિંહ અબ્દુલ્લાના ડાન્સ પર તાળીઓ પાડતા જોવા મળે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube