Viral Video: મેરઠમાં રવિવારે રાત્રે નશામાં ધૂત ટ્રક ચાલકે કારને ટક્કર માર્યા બાદ લગભગ 3 કિમી સુધી ઢસડી ગયો હતો. સ્થળ પર હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. જે વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂના નશામાં ધૂત ટ્રક ચાલક ફિલ્મી સ્ટાઈલમાં કારને ઘણા કિલોમીટર સુધી ખેંચી ગયો હતો. અકસ્માત સમયે કારમાં ચાર લોકો સવાર હતા. આ ચારેય લોકો કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. આ માર્ગ અકસ્માત ઉત્તર પ્રદેશના મેરઠના પરતાપુર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે થયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો હતો. જોકે, હજુ સુધી કાર માલિકે પોલીસમાં કોઈ ફરિયાદ કરી નથી.


આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્રકની ટક્કરથી કાર ખેંચતી વખતે આગળ વધી રહી હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હોય. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, મેરઠના પરતાપુર નજીક દિલ્હી રોડ પર નશામાં ધૂત ટ્રક ડ્રાઈવર અમિત લહેરાતો વાહન ચલાવી રહ્યો હતો. 


આ દરમિયાન તેમણે ઘણી કારને ટક્કર મારી હતી. આવી સ્થિતિમાં એક કાર ચાલકે તેને ઓવરટેક કરીને અટકાવ્યો હતો. આ પછી બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. આ દરમિયાન અમિત ગુસ્સામાં આવી ગયો અને તેણે ટ્રકને આગળ ધકેલી એટલું જ નહીં, સામે પાર્ક કરેલી કારમાં ઘસડીને તેને ઘસડવાનું શરૂ કર્યું.


જુઓ Video


Video: પાર્ટીમાં પ્રેમનો એકરાર કર્યો, છોકરીએ ના  પાડી તો શાળામાં ઘૂસીને ગોળી મારી


BIG BREAKING: મહારાષ્ટ્રના પુણેમાં Googleની ઓફિસને બોમ્બથી ઉડાવાની ધમકી


Aero India શોનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, કહ્યું- આ ફક્ત શો નહીં, પરંતુ ભારતની તાકાત


ટ્રક ચાલક પોલીસ કસ્ટડીમાં
આ પછી લોકોએ ટ્રક ચાલકને પકડીને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. મેરઠ પોલીસના સીઓ બ્રહ્મપુરી સુચિતા સિંહે જણાવ્યું હતું કે આ મામલે બંને પક્ષોને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા છે. ઘટના સંદર્ભે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી કોઈએ આ મામલે પોલીસ ફરિયાદ આપી નથી. ફરિયાદ મળ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube