નવી દિલ્હી: 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે મોહમ્મદ સિદ્દીક નવજાત હતા. તેમનો પરિવાર પણ આ  ભાગલામાં વહેંચાઈ ગયો. તેમના મોટાભાઈ હબીબ ભારતમાં રહી ગયા અને હવે 74 વર્ષ બાદ પાકિસ્તાનના ગુરુદ્વારા દરબાર સાહિબને ભારત સાથે જોડતા કરતારપુર કોરિડોરના કારણે આ  બંને ભાઈઓ એકવાર ફરીથી ભેગા થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને ભાઈઓનો ભાવુક કરી નાખનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને હ્રદયસ્પર્શી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ સિદ્દીક પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહે છે. જ્યારે હબીબ ભારતના પંજાબમાં રહે છે. વીડિયોમાં બંને ભાઈઓ એકબીજાને પકડીને રડી રહ્યા છે. ત્યાં ઊભેલા લોકો એકીટસે તેમને જોઈ રહ્યા છે. 


Corona Update: કોરોનાનો અજગરી ભરડો, છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં મસમોટો વધારો,


રિપોર્ટ મુજબ જ્યારે સોશિયલ મીડિયા દ્વારા હબીબના પરિવારે તેના ગૂમ થયેલા ભાઈની ભાળ મેળવી અને પછી જ્યારે શીખોના પાવન તીર્થસ્થળ કરતારપુર કોરિડોરને ખોલવામાં આવ્યો ત્યારે બંનેએ મળવાની તૈયારીઓ પણ કરી લીધી. 


Wife swapping case: પત્નીઓની અદલાબદલીના કેસમાં થયો મોટો ખુલાસો, આ કારણથી થતું હતું આ ગંદુ કામ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube