Corona Update: કોરોનાનો અજગરી ભરડો, છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં મસમોટો વધારો, PM મોદી આજે કરશે બેઠક

ભારતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 27 ટકાનો તોતિંગ વધારો થયો છે.

Corona Update: કોરોનાનો અજગરી ભરડો, છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં મસમોટો વધારો, PM મોદી આજે કરશે બેઠક

નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 27 ટકાનો તોતિંગ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો અઢી લાખની નજીક પહોંચી ગયો છે. ગઈ કાલે દેશમાં કુલ 1,94,720 નવા કેસ નોંધાયા હતા. અને આજે 2.47 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. 

નવા 2.47 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,47,417 કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 27 ટકા વધુ છે. હાલ દેશમાં 11,17,531 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 13.11% થયો છે. કોરોનાથી એક દિવસમાં 84,825 દર્દીઓ રિકવર પણ થયા છે. 

Active case: 11,17,531
Daily positivity rate: 13.11%

Confirmed cases of Omicron: 5,488 pic.twitter.com/kSvYNqJHb2

— ANI (@ANI) January 13, 2022

ઓમિક્રોનના કેસની સંખ્યા 5 હજાર પાર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત  દર્દીઓની સંખ્યા 5,488 થઈ છે. કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 380 દર્દીઓનો ભોગ લીધો છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 4,85,035 દર્દીઓના જીવ ગયા છે. 

પીએમ મોદી આજે કરશે બેઠક
દેશમાં જે સ્પીડથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે. પીએમ મોદી આજે સાંજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. કેન્દ્ર સરકારે કહ્યું કે દેશમાં 300 જિલ્લામાં સાપ્તાહિક સંક્રમણ દર 5 ટકાથી વધુ છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ અને ગુજરાત ચિંતાવાળા રાજ્યો તરીકે ઉભરી રહ્યા છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે સંક્રમણ દર 30 ડિસેમ્બરે 1.1 ટકા હતો જે બુધવારે વધીને 11.05 ટકા થયો. 

— ANI (@ANI) January 13, 2022

48 કલાકનો સ્ટોક રાખો
કેન્દ્રએ તમામ રાજ્યોને કહ્યું છે કે તેઓ ઓછામાં ઓછો 48 કલાકનો મેડિકલ ઓક્સિજનનો બફર સ્ટોક સુનિશ્ચિત કરે અને ઓક્સિજન નિયંત્રણ કક્ષોને ફરીથી મજબૂત બનાવે. આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું ઓક્સિજન થેરાપી આપનારા ખાનગી હોસ્પિટલોના મેડિકલ સપ્લાયની ક્ષમતાઓની ભાળ મેળવવાની જરૂર છે. માગણી ચરમ પર રહેવા દરમિયાન પ્રાઈવેટ સેક્ટરની ક્ષમતાનો ફાયદો લેવા માટે એક સિસ્ટમ વિક્સિત કરી શકાય છે. હોસ્પિટલોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક સંપૂર્ણ રીતે ભરેલી હોવી હોઈએ અને ફરીથી ભરવા માટે સિસ્ટમ વ્યવસ્થિત હોવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news