Wife swapping case: પત્નીઓની અદલાબદલીના કેસમાં થયો મોટો ખુલાસો, આ કારણથી થતું હતું આ ગંદુ કામ

કેરળના કારુકાચલ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે અને આ તમામ લોકો યૌન વિકૃત લોકોના એક સમૂહનો ભાગ હતા. આ સમૂહના લોકો પોતાની પત્નીઓની અદલાબદલી કરતા હતા. આ ગેંગનો પર્દાફાશ એક મહિલાની ફરિયાદ બાદ થયો. તેનો પતિ જબરદસ્તીથી તેને આ કામમાં ધકેલી રહ્યો હતો. પોલીસે તેની પણ ધરપકડ કરી છે. હવે આ મામલે એક નવો ખુલાસો થયો છે. 
Wife swapping case: પત્નીઓની અદલાબદલીના કેસમાં થયો મોટો ખુલાસો, આ કારણથી થતું હતું આ ગંદુ કામ

કોચિ: કેરળના કારુકાચલ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે અને આ તમામ લોકો યૌન વિકૃત લોકોના એક સમૂહનો ભાગ હતા. આ સમૂહના લોકો પોતાની પત્નીઓની અદલાબદલી કરતા હતા. આ ગેંગનો પર્દાફાશ એક મહિલાની ફરિયાદ બાદ થયો. તેનો પતિ જબરદસ્તીથી તેને આ કામમાં ધકેલી રહ્યો હતો. પોલીસે તેની પણ ધરપકડ કરી છે. હવે આ મામલે એક નવો ખુલાસો થયો છે. 

પોલીસના જણાવ્યાં મુજબ મહિલાના નિવેદનોના આધારે ત્રણ વધુ આરોપીઓની ધરપકડ  થશે. એક દેશ છોડીને ભાગે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને સોમવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.     

14 ગ્રુપ પર નજર
કરુકાચલ એસએચઓએ જણાવ્યું કે ફરિયાદ બાદ અનેક સોશિયલ મીડિયા ગ્રુપ્સ પર નિગરાણી રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે લગભગ 14 ગ્રુપ પર નજર રાખી રહ્યા છીએ. આ ગ્રુપ ફેસબુક, મેસેન્જર, અને ટેલિગ્રામમાં છે. સમૂહના મોટાભાગના સભ્યો કેરળના રહીશ છે અને કેટલાક ગોવાના મૂળ રહીશ પણ છે. તેમણે કહ્યું કે કેટલાક ગ્રુપ્સમાં 1500થી વધુ સભ્ય છે અને તેઓ સક્રિય છે. પોલીસની સાઈબર વિંગે તપાસ પણ શરૂ કરી દીધી છે. 

આ રીતે મામલો ખુલ્યો
આ બધા વચ્ચે પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું ધરપકડ કરાયેલા લોકોના ડ્રગ્સ માફિયા સાથે સંબંધ છે કારણ કે ફરિયાદકર્તા મહિલાએ કહ્યું હતું કે તેણે તેમને ડ્રગ્સનો ઉપયોગ કરતા પણ જોયા હતા. મળતી માહિતી મુજબ પત્નીઓની અદલાબદલીનો આ ગંદો ખેલ આ લોકો થ્રીસમ્સ, અપ્રાકૃતિક સેક્સ, કકોલિડંગ માટે કરતા હતા. 

અન્ય પોઈન્ટ્સ ઉપર પણ થઈ રહી છે તપાસ
હાલ તપાસ મહિલાની ફરિયાદ ઉપર કેન્દ્રીત છે. અધિકારીએ કહ્યું કે તેમને હજુ સુધી કોઈ નવી ફરિયાદ મળી નથી. તેમણે કહ્યું કે મોટાભાગની પીડિત મહિલાઓ સમાજના ડરથી ફરિયાદ કરતા ડરે છે. તેમણે એમ પણ કહ્યું કે ગ્રુપ્સ પર નાણાકીય લેવડદેવડ કે અન્ય લેવડદેવડ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. 

આ રીતે ચાલતો હતો ખેલ
પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી સંપર્કમાં આવનારા કપલ વ્યક્તિગત રીતે મિત્રતા શરૂ કરવા માટે મળે છે. ત્યારબાદ તેઓ પોત પોતાની પત્નીઓની અદલાબદલી કરે છે. જો મહિલા આવા સંબંધ માટે રાજી ન થાય તો પતિ તેને ધમકી આપીને કે ઈમોશનલ કરીને આમ કરવા માટે રાજી કરી લે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news