Viral Video: `બેડ-ઓક્સિજન ઓછા પડે છે, દારૂની દુકાન ખોલવા દો...બે પેગ પીશે તો કોરોના મરી જશે`
મહિલાનો વીડિયો ખુબ વાયરલ થયો છે. જેનું કહેવું છે કે બે પેગ પીશે તો કોરોના બહાર આવી જશે. તેમણે દિલ્હી સરકારને અપીલ કરતા કહ્યું કે જો દુકાનો ખુલી ગઈ તો હોસ્પિટલોમાં બેડ ખાલી થઈ જશે અને દિલ્હી સરકારને આટલી મુશ્કેલી નહીં પડે
નવી દિલ્હી: દેશભરમાં કોરોના સંક્રમણના હાલાત જોતા તમામ રાજ્ય પોત પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતા જ લોકોમાં ચીજો સ્ટોક કરવાની જાણે હોડ જામી ગઈ હતી. આ બધા વચ્ચે દિલ્હીવાળા ડોલી આન્ટીનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. જે કોરોનામાં દારૂ પીવાના ફાયદા ગણાવતા હતા. હવે તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.
'દારૂની દુકાનોથી બેડની સમસ્યા ઓછી થશે'
દિલ્હીની દારૂવાળી આન્ટીનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વખતે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના અંગે જરૂરી સલાહ આપી છે. તેમણે દિલ્હી સરકારને અપીલ કરતા કહ્યું કે જો દુકાનો ખુલી ગઈ તો હોસ્પિટલોમાં બેડ ખાલી થઈ જશે અને દિલ્હી સરકારને આટલી મુશ્કેલી નહીં પડે. ઓક્સિજન સિલિન્ડરની પણ સમસ્યા દૂર થઈ જશે. જે પીનારા લોકો છે, તેમની અંદર દારૂ જશે તો કોરોના ભાગી જશે.
Corona આઉટ ઓફ કંટ્રોલ, સંક્રમણ કાબૂમાં લેવા માટે દેશના 150 જિલ્લામાં કડક લોકડાઉન લગાવવાની તૈયારી
Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube