નવી દિલ્હી: અનેકવાર કેટલાક પોલીસ (Police) કર્મીઓ એવું કામ કરે છે કે નતમસ્તક થઈ જવાની ઈચ્છા થઈ જાય છે. જો કે આપણી સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓની કામગીરી સલામ લાયક જ છે પરંતુ જ્યારે કોઈ આવી ઘટના જોવા મળે ત્યારે હ્રદયપૂર્વક સલામ કરવી જરૂરી બને છે. આવો જ એક કિસ્સો આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના શ્રીકાકુલમના કોશી બગ્ગા પોલીસ સ્ટેશનમાં તૈનાત મહિલા સબ ઈન્સ્પેક્ટર સિરીશાનો જોવા મળ્યો. જેમણે એક ઉત્તમ મિસાલ રજુ કરી છે. તેમણે એક લાવારિસ મૃતદેહને પોતે કાંધ આપી અને ત્યારબાદ તેને લઈને સ્મશાન પણ પહોંચ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની સામે જ કરાવ્યા અંતિમ સંસ્કાર
પોલીસ સબ ઈન્સ્પેક્ટર સિરીશાને જેવા ગામમાં કોઈ અજાણ્યા મૃતદેહ અંગે સમાચાર મળ્યા કે તેઓ તપાસ માટે પોતે જ પહોંચી ગયા. તપાસ બા મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાનો હતો. પરંતુ આ મૃતદેહને સ્વીકારવાની બધાએ ના પાડી દીધી. ત્યારે સબ ઈન્સ્પેક્ટર સિરીશાએ જ મોરચો સંભાળ્યો અને લોકોની મદદથી મૃતદેહને ખભે લઈને સ્માશાન ઘાટ પર પહોંચ્યા. પોતાની સામે જ તેમણે અંતિમ સંસ્કાર કરાવ્યા. 


Andhra Pradesh)  પોલીસે પોતાના પેજ પર તેમનો વીડિયો (Video) શેર કર્યો છે. સબ ઈન્સ્પેક્ટર સિરીશા મૃતદેહને ખભે લઈને 2 કિલોમીટર જેટલું ચાલ્યાં તેઓ ખેતરોની કેડી પર ચાલીને ખભે લાશ લઈને સ્મશાન ઘાટ સુધી પહોંચ્યા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube