Viral Video: રોડની સાઇડમાં છોકરીઓ વચ્ચે ધોબી પછાડ મારા મારી, એકના તો કર્યા આ હાલ
સમાચારોમાં અથવા તમારી આસપાસના વિસ્તારોમાં તમે છોકરાઓના બે જૂથો વચ્ચેની લડાઇ (Boys Fight) જોઇ હશે. ઘણી જગ્યાએ માર મારવાનો મામલો એટલો વધી જાય છે કે પોલીસના (Police) આગમન પછી જ તે શાંત થાય છે
નવી દિલ્હી: સમાચારોમાં અથવા તમારી આસપાસના વિસ્તારોમાં તમે છોકરાઓના બે જૂથો વચ્ચેની લડાઇ (Boys Fight) જોઇ હશે. ઘણી જગ્યાએ માર મારવાનો મામલો એટલો વધી જાય છે કે પોલીસના (Police) આગમન પછી જ તે શાંત થાય છે. ઇન્ટરનેટ પર વાયરલ (Viral Video) થયેલા એક વીડિયોમાં છોકરાઓ નહીં પણ સ્કૂલની છોકરીઓ મારા મારી (Girls Fight) કરતી જોવા મળી હતી. હાલ આ વીડિયો થોડો જૂનો છે, પણ ધીરે ધીરે તે એટલો વાયરલ થઈ ગયો કે હવે બધા જ તેને સોશિયલ મીડિયા (Social Media) પર જોઈ રહ્યા છે.
કંઇ રીતે થઈ મારા મારીની શરૂઆત
ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્કૂલની છોકરીઓના (School Girl) બે ગ્રુપ છે. રસ્તાની એક સાઈડ ઉભેલી એક છોકરી, સ્કૂટી પાસે ઉભેલી એક છોકરી સાથે દલીલ કરી રહી છે. ત્યારે બંને ગ્રુપમાં એક-એક છોકરી પહોંચી જાય છે. કોઈ વાત પર એક છોકરી બીજી છોકરીને લાફો (Girl Beaten UP) મારે છે. પછી શું, મારામારી તાત્કાલીક શરૂ થઈ જાય છે. એક પછી એકબીજાને લાફા મારવાનું શરૂ કરી દે છે. એટલામાં જ તેમાંથી એક છોકરી જમીન પર પડી જાય છે. ત્યારબાદ બીજા ગ્રુપની છોકરી લાત મારવાનું (Girl Fight) શરૂ કરી દે છે.
7 લાખથી વધારે વખત જોવામાં આવ્યો વીડિયો
સ્કૂલની છોકરીઓની મારામારીનો આ વીડિયો રસ્તાની બીજી બાજુએથી કોઈએ રેકોર્ડ કર્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર ધમાલ મચાવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયા બાદ આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે. કેટલાક યુઝર્સે પોતાની રીતે અને પોતાના મનથી કોમેન્ટ કરી છે. એક યુઝર્સે લખ્યું આજના ટાઇમમાં છોકરાઓ કરતા છોકરીઓના ગેંગવોર થવા લાગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube