ઝી મીડિયા/બ્યૂરો :જે રીતે શ્રારામ જન્મભૂમિના રૂપમાં અયોધ્યા પ્રસિદ્ધ છે. તે રીતે જ દેવી સીતાના જન્મ તેમજ પાલન સ્થળ તરીકે જનકપુરીનું મહત્વ છે. આજના સમયમાં જનકપુરી નેપાળમાં આવેલું છે. દેવી સીતાના જીવન સાથે જોડાયેલ સ્થળ પણ અહી આસપાસ છે. તેમાં ધનુષ મંદિર, મણિ મંડપ અને રંગભૂમિ પ્રસિદ્ઘ છે. દેવી સીતાના સ્થળો તરીકે શ્રદ્ધાળુ આજે પણ અહી પૂજન કરે છે. વિવાહિત સ્ત્રીઓ પોતાની પ્રેરણા ગણીને દેવી સીતાના આ સ્થાનો પર શીષ ઝૂકાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનકપુર - જ્યાં રમીને મોટા થયા દેવી સીતા
વાલ્મીકી રામાયણ અનુસાર, માતા સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો. અહી માતા સીતાનું મંદિર બનેલુ છે. કહેવામાં આવે છે કે, મંદિર અંદાજે 4860 વર્ગ ફીટમાં ફેલાયેલું છે. મંદિરના વિશાળ પરિસરની આસપાસ લગભગ 115 સરોવર છે. આ ઉપરાંત અનેક કુંડ પણ આવેલા છે. આ મંદિરમાં માતા સીતાના પ્રાચીન મૂર્તિ છે, જે 1657 ની આસપાસની હોવાનું કહેવાય છે. અહીંના લોકોના જણાવ્યા અનુસાર, એક સંત અહીં સાધના-તપસ્યા માટે આવ્યા હતા, તે દરમિયાન તેઓની સીતા માતાની મૂર્તિ મળી હતી. જે સોનાની હતી. તેઓએ આ મૂર્તિને અહી સ્થાપિત કરી હતી. 


2015 અને 2017માં જે નદીએ બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હતો, ત્યાં ફરી પાણી આવ્યું 


ટીકમગઢની મહારાણીએ કરાવ્યું નવનિર્માણ
અનેક વર્ષો બાદ ટીકમગઢની મહારાણી કુમારી વૃષભાનુ જનકપુરીના દર્શન કરવા માટે આવ્યા હતા. તેઓને કોઈ સંતાન ન હતા. ત્યાં પૂજા દરમિયાન તેઓએ મન્નત માંગી હતી કે, તેઓને કોઈ સંતાન થશે તો તેઓ આ મંદિર બનાવશે. સંતાન પ્રાપ્તિ બાદ તેઓ ફરી આવ્યા અને અંદાજે 1895ની આસપાસ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્ુયં હતું. 16 વર્ષે મંદિરનું બાંધકામ પૂરુ થયું હતું. તે સમયે મંદિરના નિર્માણમાં 9 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. તેથી આ મંદિરને નૌલખા મંદિર પણ કહેવાય છે. 


 રંગભૂમિ જ્યાં ધનુષ ભંગ થયું હતું
વાલ્મીકી રામાયણમાં જનકના યજ્ઞ સ્થળ એટલે કે વર્તમાન જનકપુના જાનકી મંદિરની નજીક એક મેદાન છે, જે રંગભૂમિ કહેવાય છે. લોક માન્યતા અનુસાર, આ મેદાનમાં દેશ વિદેશના બળશાળી રાજાઓની વચ્ચે મહાદેવજીનું પિનાક ધનુષ તોડીને શ્રીરામે માતા સીતા સાથે વિવાહ કર્યા હતા. રામચરિત માનસમાં પણ આ રંગભૂમિનો ઉલ્લેખ કરાયો છે. નેપાળનું આ અત્યંત પ્રસિદ્ધ મંદિર છે. વર્ષો સુધી અહી અનેક આયોજન થતા રહે છે. 


આજે પણ છે તૂટેલા ધનુષના અવશેષ
ધનુષા નેપાળનો પ્રમુખ જિલ્લો છે. આ જિલ્લામાં ધનુષાધામ આવેલું છે, જે જનકપુરથી અંદાજે 18 કિમી દૂર છે. ધનુષા ધામમાં આજે પણ શિવજીના પિનાક ધનુષના અવશેષ પત્થર રૂપે અસ્તિત્વમાં છે. વાલ્મીકી રામાયણ અનુસાર, જ્યારે પિનાક ધનુષ તૂટ્યુ તો ભયંકર વિસ્ફોટ થયો હતો. ધનુષના ટુકડા ચારે તરફ ફેલાઈ ગયા હતા. તેમાંથી કેટલાક ટુકડા અહી પણ પડ્યા હતા. મંદિરમાં હજી પણ ધનુષના અવશેષ પત્થર રૂપે પૂજવામાં આવે છે. ભગવાન શંકરના પિનાક ધનુશના અવશેષની પૂજા ત્રેતા યુગથી અત્યાર સુધી નિયમિત થાય છે. 


ચાર ભાઈઓના વિવાહની જગ્યા
ત્રેતાયુગમાં મિથિલા નરેશ સીરધ્વજ જનકના દરબારમાં અયોધ્યા નગરીથી જાન આવી હતી. શ્રીરામ સહિત ચારેય ભાઈઓના લગ્ન અહી થયા હતા. જે સ્થાન પર જનકપુરમાં મણિઓથી સુજ્જતિ વેદી અને યજ્ઞ મંડપ નિર્મિત થયું, ત્યાં આજે રાની બજાર બનેલું છે. આ સ્થળ મણિ મંડપના નામથી પ્રસિદ્ધ છે. પરંતુ આસપાસ અહીં મણિ નિર્મિત પરિસર નથી. નજીકમાં જ પોખર છે, જ્યાં ચારેય ભાઈઓના ચરણ પોખરવામાં આવ્યા હતા, તથા વિવાહની યજ્ઞ વેદી પણ બની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર