નવી દિલ્હી : પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ (Qamar Javed Bajwa) હાલમાં જ યુદ્ધની ડંફાસ મારી હતી. બાજવાનું કહેવું હતું કે, પાકિસ્તાન સેના અંતિમ ગોળી અને અંતિમ શ્વાસ સુધી લડશે. બાજવાની ધમકીનો ઉત્તર પૂર્વ આર્મી ચીફ અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે આકરો જવાબ આપ્યો હતો. સિંહે કહ્યું કે, પાકિસ્તાનની સેના કાશ્મીરનાં નામે ભ્રષ્ટાચાર કરે છે. જો કાશ્મીર નહી રહે તો તેમની રોજી છીનવાઇ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન-2 ના લેન્ડિંગને બસ ગણતરીના કલાકો બાકી, ISRO ચીફે કહ્યું ટેંશન જેવી કોઇ વાત નથી
સિંહે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, બાજવા પહેલા પોતાનાં દેશ અને પોતાની સેનાની સ્થિતી જુએ, પછી યુદ્ધની વાત કરે. પાકિસ્તાનને ખાવાના ફાંફા છે અને ઓફીસમાં ખર્ચવા માટેના પૈસા પણ નથી, પરંતુ વાતો મોટી મોટી કરે છે. આતંકવાદીઓની ઘુસણખોરી અંગે સિંહે કહ્યું કે, આવવું તેમનું કામ છે અને જન્નત મોકલવાનું કામ અમારુ છે.
ચંદ્રયાન-2 : વડાપ્રધાને કહ્યું ઐતિહાસિક પળ મુદ્દે ઉત્સાહીત, મમતાએ કહ્યું ગેરમાર્ગે દોરી રહી છે સરકાર
વિજ્ઞાન સાથે આસ્થા: ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે મંદિરોમાં ચાલી રહી છે પુજા
કેન્દ્રીય મંત્રીઓએ ચિદમ્બરમ મુદ્દે કહ્યું કે, મોદીજીએ સ્પષ્ટ કહ્યું છે કે, જે પણ ભુલ કરશે કાયદો પોતાનું કામ કરશે. ચિદમ્બરમ, હર્ષદ મહેતા ગેંગ સ્ટરલાઇટ ગ્રુપનાં વકીલ હતા. તેમની ધર્મપત્નીનો ઇતિહાસ જુઓ, કેટલા ગોટાળાવાળો છે. સીબીઆઇ રાજકીય ઉપયોગ અંગે તેમણે કહ્યું કે, જો ગુનો કર્યો છે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થવાની જ છે.
ચંદ્રયાન-2: અંતરિક્ષમાં મોકલવામાં આવતા ઉપકરણને શા માટે સોનાના પડમાં લપેટાય છે?

ચંદ્રયાન-2 અંગે સિંહે કહ્યું કે, આ ખુબ જ મોટી સફળતા છે અને ઇસરોનાં વૈજ્ઞાનિકોને શુભકામનાઓ આપુ છું, વિશ્વગુરૂ બનવા માટે ભારત મહેનત કરી રહ્યું છે અને આપણે ખભે ખભો મિલાવીને ચાલીશું તો ભારત આગળ વધશે. મોટર વ્હીકલ એક્ટ અંગે પૂર્વ આર્મી ચીફે કહ્યું કે, માર્ગ દુર્ઘટનામાં દર વર્ષે 1.5 લાખ લોકોના મોત થાય છે, તેમને બચાવવા માટે આ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. મારી ગાડીનો મેનો પણ આવ્યો છે. કાયદો તમામ લોકો માટે એક સમાન છે.