શિમલાઃ હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022નું મતદાન સાંજે 5 કલાકે પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 65 ટકાથી વધુ મતદાન થયું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ઠંડી હોવા છતાં મતદાન કેન્દ્રોમાં મહિલાઓની સંખ્યા વધુ રહી. પહેલા એક કલાકમાં માત્ર 4 ટકા મતદાન થયું હતું. સવારે 11 કલાકે તેમાં 18 ટકાનો વધારો થયો. ત્રણ કલાક સુધી 55 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ સાંજે પાંચ કલાકે કુલ મતદાન ટકાવારીએ રેકોર્ડ બનાવ્યો. મતદાન પૂર્ણ થવાની સાથે 412 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું છે. હિમાચલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ ગુજરાતની સાથે 8 ડિસેમ્બરે આવશે. 


હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, તેમના પત્ની અને બે પુત્રીઓએ મંડી જિલ્લાના સિરાજમાં મતદાન કેન્દ્ર પર મત આપ્યો હતો. સિવાજથી ચાર વખતના ધારાસભ્ય ફરી મેદાનમાં છે. પોતાનો મત આપ્યા બાદ ઠાકુરે મતદાતાઓને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે લોકોને લોકતંત્રના તહેવારમાં ઉત્સાહથી ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube