નવી દિલ્હી : અભિનેતા નસીરુદ્દીન શાહે ભારતમાં બાળકો મુદ્દે ડર લાગે છે વાળા નિવેદન અંગે હજી સુધી વિવાદ શમ્યો નહોતો કે હવે તેમનો એક વદારે નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ તેમ કહેતા જોવા મળી રહ્યા છે કે, ભારતમાં ધર્મનાં નામે નફરતની દિવાર ુભી કરવામાં આવી રહી છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ માટે શૂટ કરવામાં આવેલા વીડિયોમાં નસીરુદ્દીન શાહ તેમ કહેતા જોવા મળી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હ્યુમન રાઇટ્સમાટે કામકરનારા સંસ્થા એમનેસ્ટીનાં 2.13 મિનિટનાં વીડિયોમાં શાહ કહે છે કે અધિકારીઓની માંગ કરનારા લોકોને લોક કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કલાકારો, અભિનેતાઓ, સ્કોલર્સ અને કવિઓને દબાવવામાં આવી રહ્યા છે. પત્રકારોને પણ શાંત કરાવવામાં આવી રહ્યા છે. ધર્મનાં નામે નફરતની દિવાલ બનાઇ રહી છે. નિર્દોષ લોકોને મારવામાં આવી રહ્યા છે. દેશમાં ક્રૂરતા અને નફરતનું વાતાવરણ છે. તેમણે કહ્યું કે, આ અન્યાય વિરુદ્ધ જે લોકો ઉભા થાય છે, તેમની ઓફીસમાં દરોડા પાડવામાં આવે છે અને બેંક એકાઉન્ટ્સ સીઝ કરવામાં આવી રહ્યા છે, જેથી તેમને સત્ય બોલતા અટકાવી શકાય. 

લાઇસન્સ કેન્સલ કરવામાં આવે છે અને બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવી રહ્યા છે જેથી તેમને સાચુ બોલતા અટકાવી શકાય. ઉર્દુ ભાષામાં તૈયાર આ વીડિયોમાં તેઓ કહે છે, અમારા દેશ કહેવામાં આવી રહ્યો છે ? શું અમે દેશ બનવા જઇ રહ્યા છીએ. જ્યાં અસંમતી માટે કોઇ સ્થાન નહી હોય. જ્યાં અમીર અને શક્તિશાળી લોકોને જ બોલવાનો હક હશે અને તેમને જ સાંભળવામાં આવશે. જ્યાં ગરીબ અને પીડિત લોકોનું શોષણ હશે ? જ્યાં ક્યારે પણ કાયદો હતો, હવે ત્યાં માત્ર અંધારુ હતું.