ગાઝિયાબાદ: શિયા વક્ફ બોર્ડ (Shia Waqf Board)ના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી આજે ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ બની ગયા. કુરાનોની આયાતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપનારા વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ સ્વીકારી લીધો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસના દેવી મંદિર શિવ શક્તિ ધામના મહંત યતિ નરસિંહાનંદ ગિરિ મહારાજે વસીમ રિઝવીને સનાતન ધર્મ ગ્રહણ કરાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો
અત્રે જણાવવાનું વસીમ રિઝવી તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે સુપ્રીમ કોર્ટમાં કુરાનની આયાતો હટાવવા માટે અરજી કરી હતી. ત્યારબાદ અનેક અલ્પસંખ્યક સંગઠનોએ તેમનો વિરોધ કર્યો હતો. પછી વસીમ રિઝવીના પુસ્તકને લઈને પણ ખુબ વિવાદ થયો હતો. મોટી સંખ્યામાં હિન્દુ ધર્મગુરુઓએ વસીમ રિઝવી હિન્દુ બનતા તેમનું સ્વાગત કર્યું છે. 


Omicron: દ.આફ્રિકાથી 8 હજાર કિમી દૂર ભારતમાં આટલો જલદી કેવી રીતે ફેલાયો ઓમિક્રોન?


વસીમ રિઝવીની વસીયત
થોડા સમય પહેલા વસીમ રિઝવીએ પોતાની વસિયતમાં લખ્યું હતું કે મૃત્યુ  બાદ તેમને દફનાવવાની જગ્યાએ તેમના હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે. જો કે મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે ઈસ્લામ અને શિયાઓને તેની સાથે કોઈ લેવા દવા નથી.


UP: કારમાં પાણીની બોટલ રાખતા હોવ તો સાવધાન...એન્જિનિયરના મોતનું કારણ બની, ખાસ જાણો શું છે મામલો


કટ્ટરપંથીઓ વસીમ રિઝવીને આપી ચૂક્યા છે ધમકી
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ વસીમ રિઝવીએ એક વીડિયો પણ બહાર પાડ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યુ છે. કટ્ટરપંથીઓ તેમનું ગળું કાપવા માંગે છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં કુરાનની 26 આયાતો વિરુદ્ધ અરજી દાખલ કરી છે. આથી આવું થઈ રહ્યું છે. તેમને મારવાની જાહેરાત કરાઈ છે. તેઓ કહે છે કે કબ્રસ્તાનમાં તેમને દફનાવવા માટે જગ્યા નહીં આપે. આથી તેમણે કહ્યું કે મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમની ચિતાને આગ મહંત યતિ નરસિંહાનંદ ગિરિ મહારાજ જ આપે. 


વસીમ રિઝવી ઘણા સમયથી કટ્ટરપંથીઓના નિશાને છે. તેઓ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ખુલીને અવાજ ઉઠાવે છે. તેમને અનેકવાર મારી નાખવાની ધમકીઓ મળેલી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube