નવી દિલ્હી : મિશન શક્તિની સફળતા બાદ ડીઆરડીઓ (સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન) દ્વારા મિશન શક્તિ સાથે જોડાયેલા એક પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું છે. ડીઆરડીઓની તરફથી રજુ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં દેખાડવામાં આવ્યું છે કે કઇ રીતે મિશન શક્તિને સફળ બનાવવામાં આવ્યું. તેમાં કયા કયા લોકોનો સમાવેશ છે. પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે આ મિશન માટે ડીઆરડીઓએ વડાપ્રધાન મોદી સાથે 2014માં જ વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJPએ કહ્યું અમે હટાવીશું 370, પાક.ને લાગ્યા મરચા કહ્યું કોઇ પણ સ્થિતીમાં નહી થવા દઇએ


ભાજપે બાંદા સાંસદની ટિકિટ કાપી, તેઓ પાર્ટી ઓફીસ પર જ ઉપવાસ પર ઉતર્યા


વડાપ્રધાન મોદીની પરવાનગી બાદ આ મિશનને સપળ બનાવવા માટે 200 વૈજ્ઞાનિકોની ટીમે દિવસ રાત મહેનત કરી. 27 માર્ચનાં રોજ ધરતીથી 300 કિલોમીટર અંતર પર આવેલ એક લાઇવ સેટેલાઇટ તોડી પાડીને વૈજ્ઞાનિકોએ આ મિશનને સફળ બનાવ્યું હતું.  મિશન શક્તિ નામનાં આ મિશનને ડીઆરડીઓનાં વૈજ્ઞાનિકોએ સફળ બનાવ્યું. અત્યાર સુધી વિશ્વનાં ત્રણ દેશ અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આ ટેક્નોલોજી હતી. હવે ભારત ચોથો દેશ છે જેને આ સફળતા મળી છે. 


રાહુલ ફરી બેફામ કહ્યું, અડવાણીજીને લાત મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા
અડવાણી મુદ્દે રાહુલની ટીપ્પણીથી ભડકો, કોંગ્રેસ અધ્યક્ષ ભાષાની મર્યાદા જાળવે: સ્વરાજ


ડીઆરડીઓ પ્રમુખ જી.સતીશ રેડ્ડી
બીજી તરફ ડીઆરડીઓના પ્રમુખ જી.સતીશ રેડ્ડીએ કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમનાંન નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા શનિવારે કહ્યું કે મિશન શક્તિની પ્રકૃતિ એવી છે કે તેને કોઇ પણ સ્થિતીમાં ગુપ્ત રાખી શકાય નહી. કારણ કે ઉપગ્રહને સમગ્ર વિશ્વ અનેક સ્ટેશનો દ્વારા ટ્રેક કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ મિશન માટે તમામ જરૂરી પરવાનગી લેવામાં આવી હતી.