સિંગાપુરે કહ્યું- વિવાદ સમાપ્ત, પણ કેજરીવાલને આપી POFMA કાયદો લગાવવાની ચેતવણી
સિંગાપુરના રાજતૂવ વાંગે કહ્યુ કે, આ મામલામાં ભારતના વિદેશ મંત્રી ડો. જયશંકરે જે રીતે સ્પષ્ટ કર્યુ, તેનાથી તે સ્પષ્ટ થઈ ગયું કે સિંગાપુરની સાથે પોતાના સંબંધને ભારત કેટલું મહત્વ આપે છે.
નવી દિલ્હીઃ નવા કોરોના સ્ટ્રેનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર વિવાદ બાદ ભારત સરકારની સ્પષ્ટતાથી સિંગાપુરે બુધવારે સંતોષ જાહેર કર્યો છે. પરંતુ તેમણે કહ્યું કે, ખોટી જાણકારી ફેલાતી રોકવા માટે તેમની પાસે ઘરેલૂ કાયદો લાગૂ કરવાનો અધિકાર છે. દિલ્હીના મુખ્યમંત્રીએ મંગળવારે કહ્યું હતું કે સિંગાપુરમાં મળેલ નવો સ્ટ્રેન ભારતમાં ત્રીજી લહેરનું કારણ બની શકે છે, જે બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે.
સિંગાપુરના રાજદૂત સિમોન વોન્ગે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યુ કે, સિંગાપુર દુર્ભાગ્યપૂર્ણ ચેપ્ટર બંધ કરવા ઈચ્છે છે અને મહામારી વિરુદ્ધ સંયુક્ત જંગ પર ફોકસ કરવા ઈચ્છે છે. નવા સ્ટ્રેનને સિંગાપુર સાથે જોડનાર કેજરીવાલના ટ્વીટ બાદ દક્ષિણ એશિયાય દેશની સાથે કૂટનીતિક સંબંધ પ્રભાવિત થવાની નોબત આવી ગઈ હતી. સિંગાપુરમાં ભારતીય રાજદૂતને તલબ કરવામાં આવ્યા અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
Maharashtra માં મ્યુકોરમાઇકોસિસનો કહેર, અત્યાર સુધી 1500 લોકો સંક્રમિત, 90ના મોત
ત્યારબાદ વિદેશ મંત્રી એસ જયશંકરે ખુદ મોર્ચો સંભાળ્યો અને દિલ્હીના મુખ્યમંત્રીના નિવેદનને બેજવાબદાર ગણાવતા કહ્યુ કે, મુખ્યમંત્રીએ કહ્યુ તે ભારતનો પક્ષ નથી. વોન્ગે કહ્યુ- અમે ભારત સરકારના સ્પષ્ટ જવાબની પ્રશંસા કરીએ છીએ અને તેનાથી સંતોષ છે. તેમણે કહ્યુ કે, એક મુખ્ય રાજકીય વ્યક્તિએ નવી દિલ્હીમાં તથ્યોની તપાસ કર્યા વગર દુર્ભાગ્યપૂર્ણ વાતો કહી, જેના પર સિંગાપુરે ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી.
વોન્ગે કહ્યુ- હકીકતમાં સિંગાપુરમાં ઓનલાઇન ફેલાવેલા જૂઠને રોકવા માટે એક કાયદો છે POFMA (Protection from Online Falsehoods and Manipulation Act). આ ખોટી જાણકારી ફેલાતી રોકવા માટે બનાવવામાં આવ્યો છે. અમારી પાસે આ મુદ્દા પર માનનીય મુખ્યમંત્રી તરફથી આપવામાં આવેલા નિવેદનો અને દાવા પર POFMA લાગૂ કરવાનો અધિકાર છે.
પ્રધાનમંત્રી Narendra Modi એ કિસાનોને આપી ભેટ, DAP ખાતર પર મળતી સબ્સિડીમાં કર્યો વધારો
ઉલ્લેખનીય છે કે POFMA ને સામાન્ય રીતે ફેક ન્યૂઝ કાયદા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સિંગાપુરની સંસદ તરફથી આ કાયદો ખોટી જાણકારીઓ ફેલાતી રોકવા માટે બનાવવામાં આવ્યો છે. વોન્ગે કહ્યુ કે, મહત્વના રાજકીય પદ સંભાળનાર વ્યક્તિની જવાબદારી છે કે જૂઠ ન ફેલાવે. તેમણે કહ્યુ કે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, સિંગાપુરમાં તપાસમાં તે નક્કી થયું કે, તે B.1.617.2 વેરિએન્ટ છે, જે પ્રથમવાર ભારતમાં મળ્યો હતો.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube