Maharashtra માં મ્યુકોરમાઇકોસિસનો કહેર, અત્યાર સુધી 1500 લોકો સંક્રમિત, 90ના મોત

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 1500 લોકો સંક્રમિત થયા છે, જેમાં સારવાર બાદ 500 લોકો સાજા પણ થઈ ગયા છે. 

Maharashtra માં મ્યુકોરમાઇકોસિસનો કહેર, અત્યાર સુધી 1500 લોકો સંક્રમિત, 90ના મોત

મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વચ્ચે મહારાષ્ટ્રમાં (Maharashtra) મ્યુકરમાઇકોસિસ  (Black Fungus) ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આંકડા પર નજર કરો તો અત્યાર સુધી 1500 કેસની પુષ્ટિ થઈ ચુકી છે. તો આ બીમારીને કારણે 90 લોકોના મોત થયા છે. 

એમ્પોટેરેફિન ઇન્જેક્શનથી થશે સારવાર
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે જાણકારી આપતા કહ્યુ કે, અત્યાર સુધી 500 બ્લેક ફંગસના દર્દી સારવાર બાદ સાજા થઈ ગયા છે. તેવા દર્દીઓ માટે એમ્પોટેરેફિન ઇન્જેક્શનની જરૂર છે. તેથી રાજ્ય સરકારે 1.90 લાખ ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. પરંતુ અમને હજુ સુધી સપ્લાય મળી નથી. 

ફ્રીમાં થશે બ્લેક ફંગસ દર્દીઓની સારવાર
મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ કે, મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના દર્દીઓની મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્ય યોજના હેઠળ ફ્રીમાં સારવાર કરવામાં આવશે. રાજ્યની આશરે 1000 હોસ્પિટલોમાં આ સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ 1.5 લાખ સુધી સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. સાથે આ બીમારીની બધી દવાઓ અને ઇન્જેક્શન ફ્રી આપશે. 

90 ટકાથી ઉપર પહોંચ્યો કોરોનાનો રિકવરી રેટ
આ સાથે તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોનાનો રિકવરી રેટ હવે 90 ટકાની ઉપર પહોંચી ગયો છે. એક્ટિવ કેસ પણ ચાર લાખની નીચે આવી ગયા છે. પરંતુ મહારાષ્ટ્રમાં ટેસ્ટિંગ ઘટાડવામાં આવ્યા નથી. જો વેક્સિનેશનની વાત કરીએ તો અત્યાર સુધી બે કરોડ બે લાખ 31 હજાર વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. ટોપેએ જણાવ્યુ કે હાલ કોવિશીલ્ડના 3 લાખ અને કોવૈક્સીનના બે લાખ સેકેન્ડ ડોઝ બાકી છે. તેથી જે ડોઝ ઉપલબ્ધ છે, તેનાથી બીજા ડોઝવાળા લોકોને રસી આપવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news