ઉત્તરપ્રદેશમાં બિનકોંગ્રેસી ગઠબંધન બનશેઃ અખિલેશ યાદવની મોટી જાહેરાત
મધ્યપ્રદેશમાં તેના ધારાસભ્યને મંત્રી બનાવવામાં ન આવતાં અખિલેશ નારાજ જોવા મળ્યા હતા અને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેમણે સમાજવાદીઓ માટે રસ્તો સાફ કરી દીધો છે...
નવી દિલ્હી/લખનઉઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મહાગઠબંધન પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. મધ્યપ્રદેશમાં તેમના ધારાસભ્યને મંત્રી બનાવામાં ન આવતાં અખિલેશ નારાજ જોવા મળ્યા હતા. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેમણે સમાજવાદીઓ માટે રસ્તો સાફ કરી દીધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બિન ભાજપ, બિનકોંગ્રેસી ગઠબંધન માટે મારા પ્રયાસો સતત ચાલુ રહેશે. સાથે જ એવી પણ સ્પષ્ટતા કરી દીધી કે, ઉત્તરપ્રદેશમાં જે કોઈ ગઠબંધન બનશે તે બિનકોંગ્રેસી હશે.
તેમણે જણાવ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખ રાવે સ્થાનિક પક્ષોને એકસાથે લાવીને સંઘીય મોરચો બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. આથી હવે તેઓ જાતે જ ચંદ્રશેખર રાવને મળવા માટે હૈદરાબાદ જશે.
ISનું પકડાયેલું આતંકી મોડ્યુલ દેશમાં આત્મઘાતી હુમલા કરવાનું હતું, VVIP હતા નિશાન પર : NIA
અખિલેશે જણાવ્યું કે, દેશમાં મહાગઠબંધન બને તેના માટે છેલ્લા કેટલાક મહિનાથી પ્રયાસ થઈ રહ્યા છે. ભાજપે જાતિ અને ધર્મના નામે વોટ માગ્યો છે, પરંતુ શું કામ કર્યું એ તમારી સામે છે. ભાજપ પર પ્રહાર કરતા અખિલેશે જણાવ્યું કે, સપાની સરકારને ભાજપે ખોટું બોલીને સત્તામાંથી દૂર કરી છે, લોકોને માત્ર સ્વપ્ન જ દેખાડ્યા છે.
સમાજવાદીઓને કોણ જાણે કેટ-કેટલું કહી નાખ્યું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સમાજવાદીઓને પછાત સમજ્યા હતા અને આ માટે તેઓ તેનો આભાર માને છે.
ભાજપ દ્વારા રાજ્યોના ચૂંટણી પ્રભારીની જાહેરાત, ઝડફિયાને સોપાઇ યુપીની કમાન
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વિજય બાદ બનેલા મંત્રીમંડળમાં તેમના ધારાસભ્યને સ્થાન ન મળવા અંગે તેમણે જણાવ્યું કે, અમે કોંગ્રેસીઓનો આભાર માનીએ છીએ કે જેમણે મધ્યપ્રદેશમાં અમારા ધારાસભ્યને મંત્રી બનાવ્યો નથી. અમે તેમનો અને ભાજપનો આભાર માનીએ છીએ. તેમણે અમારા સમાજવાદીઓ માટે રસ્તો સાફ કરી દીધો છે.