ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યા છે જેના કારણે પહાડો પર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. એવા અનેક રાજ્યો છે જ્યાં હજુ પણ વરસાદ પડી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે પૂર્વ અને મધ્ય ભારતમાં આજે અને આવતી કાલે (19 અને 20 તારીખે) આંધી તોફાન, વીજળીના કડાકા, કરા વગેરેની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારત અને સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 20 અને 23 માર્ચ વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો. અનેક જગ્યાએ બરફવર્ષા પણ રેકોર્ડ થઈ. જ્યારે  છત્તીસગઢમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. આ ઉપરાંત પૂર્વ મધ્ય પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમી મધ્ય પ્રદેશ, સબ હિમાલયી પશ્ચિમ  બંગળ, સિક્કિમ, વિદર્ભ, તટીય આંધ્ર પ્રદેશ, યનમ, કેરળ, માહે, ઉત્તર ઈન્ટીરિયર કર્ણાટક, અને તેલંગણામાં પણ વરસાદ પડ્યો છે. 


આંધી તોફાનની આગાહી
હવામાન ખાતાનું પૂર્વાનુમાન છે કે ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં 19-21 માર્ચ દરમિયાન આંધી તોફાન અને વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કરા પડશે. જ્યારે વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશમાં 19-20 માર્ચના રોજ વરસાદ, આંધી, તોફાન અને વીકળીના કડાકા માટે અલર્ટ જાહેર કરાયું છે. વિદર્ભ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં 19 માર્ચ, વિદર્ભમાં 19 માર્ચે પવન ફૂંકાવવાની આગાહી છે. આ ઉપરાંત તેલંગણા, તટીય આંધ્ર પ્રદેશ, યનમમાં 19-20 માર્ચના રોજ વરસાદ પડશે. જ્યારે તટીય આંધ્ર પ્રદેશમાં 20 માર્ચના રોજ ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ જેવા રાજ્યોમાં પણ 19-25 માર્ચ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ભારતના પહાડી રાજ્યો (પશ્ચિમી હિમાલયી વિસ્તારો)માં બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યા છે. જેના કરાણે હવામાનનો મિજાજ બદલાશે. પહેલું 20 માર્ચની રાતે અને બીજુ 23 માર્ચની રાતે દસ્તક આપી શકે છે. જેના કારણે જમ્મુ કાશ્મીર, લદાખમાં 20-24 માર્ચ એટલે કે પાંચ દિવસ સુધી અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 19 માર્ચ અને પછી 21થી 24 માર્ચ વચ્ચે ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. એટલે કે ઉત્તર  ભારતમાં ગરમી વધી શકે છે. મધ્ય ભારતમાં આગામી બે દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. 


ગુજરાતમાં હવામાન
બીજી બાજુ રાજ્ય હવામાન વિભાગે ગુજરાતમાં ગરમીનો પારો વધે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હિટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાશે. કંડલા અને પોરબંદરમાં હિટવેવની રહેશે. આગામી 23 માર્ચ સુધી કચ્છ અને પોરબંદરમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube