Weather Forecast Today: હાલ ડબલ સિઝનને કારણે લોકો બીમાર પડી રહ્યાં છે. એમાં હવે ભેગી થઈ ત્રીજી સિઝન. હવામાન વિભાગે કરી છે વરસાદ અને વાવાઝોડાની આગાહી. ગુજરાતની શું હાલત થશે એની સૌ કોઈને સતાવી રહી છે ચિંતા. સૌથી વધારે ચિંતામાં સપડાયો છે જગતનો તાત. દેશના પહાડી રાજ્યોને બાદ કરતાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે. એક પ્રકારે કહીએ કે ઠંડી સાવ જતી રહી છે તો પણ ખોટું નથી. દિવસનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ફેબ્રુઆરીમાં મે મહિનાની ગરમીનો અહેસાસ. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં પારો 30 ડિગ્રીને પાર કરી ગયો છે. બીજી તરફ પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ આગામી 72 કલાકમાં કેટલીક જગ્યાએ વાવાઝોડા સાથે ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. તે જ સમયે, આગામી 5 દિવસ સુધી દેશના બાકીના ભાગોમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
​અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો 'મેં નથી મનાવ્યું હનીમૂન' પતિનો બળાપો! કોર્ટમાં પહોંચ્યો સુરતના ધનિક પરિવારનો વિવાદ પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત


હવામાન વિભાગ (IMD) અનુસાર, છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ (MP)માં લઘુત્તમ તાપમાન 10-12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 19 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ સાથે હિમવર્ષાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 20 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં કેટલીક જગ્યાએ આંધી અને વીજળી પડવાની સંભાવના છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશમાં 20 અને 21 ફેબ્રુઆરીએ અને ઉત્તરાખંડમાં 21 ફેબ્રુઆરીએ કેટલીક જગ્યાએ આંધી થઈ શકે છે. પૂર્વોત્તર ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વના કેટલાક ભાગોમાં વાવાઝોડાની સંભાવના છે.


આ પણ ખાસ વાંચોઃ
Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!
Amitabh Bachchan: રેખા કે જયા નહીં આ હીરોઈન પાછળ પાગલ હતા અમિતાભ!
ઐશ્વર્યાથી લઈને કરિશ્મા સુધી 5 અભિનેત્રીઓના લિપલોક પર  થયો હતો હંગામો


દેશભરના તાપમાનની વાત કરીએ તો આગામી 19 અને 20 ફેબ્રુઆરી એટલે કે આગામી 48 કલાકમાં મહારાષ્ટ્ર અને ગોવાની સાથે દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ગુજરાતમાં 37 થી 39 ડિગ્રીની વચ્ચે નોંધાઈ શકે છે. બીજી તરફ સોમવારથી શરૂ થતા નવા સપ્તાહની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનો અંદાજ છે.


આ પણ ખાસ વાંચોઃ
દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી! ક્યાં જિસ્મ-એ-ઔરત હૈ...બસ જન્નત હી જન્નત હૈ...
જેઠાલાલને કેમ સુનુસુનુ લાગે છે! દયાબેનને યાદ કરીને કરી દીધી મનમાં દબાવી રાખેલી વાત
દાયકાઓ પહેલાં લીવઈનમાં રહી આ હીરોઈને મચાવેલો હડકંપ! કોંગ્રેસના નેતા સાથે હતુ સેટિંગ!