દાયકાઓ પહેલાં લીવઈનમાં રહીને આ હીરોઈને મચાવ્યો હતો હડકંપ! કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે હતુ સેટિંગ!
બોલિવુડ અભિનેત્રી સ્મિતા પાટીલ પોતાની શાનદાર અદાકારા અને સાદગી માટે જાણીતી હતી. સ્મિતા પાટીલનો જન્મ 17 ઓક્ટોબર 1955ના રોજ રાજકીય પ્રભુત્વ ધરાવતા પરિવારમાં થયો હતો. સ્મિતા પાટીલ હિન્દી સિનેમાની 70ના દાયકાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક હતી. તેણે આર્ટ ફિલ્મોથી લઈને બોલિવૂડની મસાલા ફિલ્મોમાં પણ અભિનયની ધૂમ મચાવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આજના આધુનિક યુગમાં લીવ ઈનમાં રહેવાનું ભવે સામાન્ય ગણાતું હોય. પરંતુ 80ના દાયકામાં કોઈ લીવઈનમાં રહેવાનું વિચારતા પહેલાં સૌ વખત વિચાર કરતા હતા. એવા સમયમાં બોલીવુડની એક અભિનેત્રીએ લીવ ઈનમાં રહેવાનો નિર્ણય કર્યો. જેનાથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં તહેલકો મચી ગયો હતો. અભિનેતા રાજ બબ્બરને તો તમે જાણતા જ હશો. તે પછી તેમની પત્ની અને બોલીવુડ અભિનેત્રી સ્મિતા પાટીલ કેવી રીતે ભૂલાય. સ્મિતા પાટીલ 70ના દાયકાની ખુબ જ લોકપ્રિય અને જાણીતી અભિનેત્રી હતી. જેમણે માત્ર 31 વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. પરંતુ તેમના અભિનયને લોકો આજે પણ નથી ભૂલ્યા. ઉલ્લેખનીય છેકે, જે રાજ બબ્બર સાથે સ્મિતા પાટિલ લીવ ઈન રિલેશનમાં રહેતી હતી એ રાજ બબ્બર હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ છે.
શાનદાર અદાકારા અને સાદગી માટે હતી જાણીતી-
બોલિવુડ અભિનેત્રી સ્મિતા પાટીલ પોતાની શાનદાર અદાકારા અને સાદગી માટે જાણીતી હતી. સ્મિતા પાટીલનો જન્મ 17 ઓક્ટોબર 1955ના રોજ રાજકીય પ્રભુત્વ ધરાવતા પરિવારમાં થયો હતો. સ્મિતા પાટીલ હિન્દી સિનેમાની 70ના દાયકાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક હતી. તેણે આર્ટ ફિલ્મોથી લઈને બોલિવૂડની મસાલા ફિલ્મોમાં પણ અભિનયની ધૂમ મચાવી છે. અભિનેત્રી તેની ફિલ્મો ઉપરાંત રાજ બબ્બર સાથેના સંબંધોને કારણે પણ ખુબ ચર્ચામાં રહી હતી. જેણે 13 ડિસેમ્બર 1986માં 31 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું.
ચરણદાસ ચોરથી કરિયરની કરી શરૂઆત-
સ્મિતા પાટીલને બાળપણથી જ અભિનય અને નાટકનો શોખ હતો. તે એક જાણિત થિયેટર કલાકાર પણ હતી. વર્ષ 1975માં તેણે શ્યામ બેનેગલની ફિલ્મ ચરણદાસ ચોરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે પાછું ફરીને જોયું નથી. અનેક ફિલ્મોમાં કામ કરી દર્શકોના દિલ જીત્યા. જે બદલ 1985માં તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી સ્મિતાએ રાજ બબ્બર સાથેના સંબંધોને લઈને પણ ખુબ ચર્ચામાં રહી હતી. સ્મિતા અને રાજની મુલાકાત 1982માં ભીગી પલકે ફુલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. જે બાદમાં પ્રેમમાં પરિવર્તિત થઈ હતી.
80ના દાયકામાં રહી લીવઈનમાં-
સ્મિતાની મુલાકાત થઈ ત્યારે રાજ બબ્બર પરિણીત હતો. પરંતુ રાજ બબ્બર અને તેમની પત્ની એકબીજાથી દુ:ખી હતા. જેથી પ્રેમમાં પડેલા સ્મિતા પાટીલ અને રાજ બબ્બરે સાથે રહેવાનું નક્કી કર્યું. જેથી રાજ બબ્બર તેની પત્ની નાદિરાને છોડીને સ્મિતા સાથે રહેવા લાગ્યા. જો કે લીવઈનમાં રેહવાના નિર્ણયની ખુબ જ ટીકા પણ થઈ હતી. જો કે થોડા સમય બાદ સ્મિતા અને રાજ બબ્બરે લગ્ન કરી લીધા હતા. સ્મિતા પાટીલના નિર્ણયથી તેના માતા-પિતા બિલકુલ ખુશ ન હતા. લેખિકા મૈથિલી રાવે પણ અભિનેત્રીની બાયોગ્રાફીમાં સ્મિતા પાટિલ અને રાજ બબ્બરની લવ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તક અનુસાર સ્મિતાની માતા તેમના સંબંધોની વિરુદ્ધ હતી અને કહ્યું હતું કે મહિલાઓ માટે લડનાર સ્મિતા બીજાનું ઘર કેવી રીતે તોડી શકે છે.
બાળકના જન્મના 15 દિવસ બાદ મૃત્યુ-
લગ્ન પછી રાજ બબ્બર અને સ્મિતા પાટીલ વચ્ચે પ્રેમ લાંબો સમય ટકી શક્યો નહીં. થોડા સમય પછી બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. સ્મિતાએ એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ પ્રતિક રાખવામાં આવ્યું. ડિલિવરી દરમિયાન સ્મિતા ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ અને તેની તબિયત બગડી હતી. જેત દીકરાને જન્મ આપ્યાના 15 દિવસ બાદ જ 31 વર્ષની ઉંમરે સ્મિતા પાટીલે દુનિયા છોડી દીધી. જેના થોડા સમય પછી રાજ બબ્બર તેની પહેલી પત્ની નાદિરા પાસે પાછો ગયો હતો. પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્મિતા પાટીલની માતા ખૂબ જ દુઃખી હતી કે છેલ્લી ઘડીમાં તેમની પુત્રી સાથેના સંબંધો બગડી ગયા હતા કારણ કે સ્મિતાએ રાજ વિશે તેમની વાત સાંભળી ન હતી.
અનેક હિટ ફિલ્મો આપી છે સ્મિતા પાટીલે-
એવું કહેવાય છે કે સ્મિતા પાટીલ હંમેશા મૃત્યુ પછી દુલ્હનની જેમ સજાવવા માંગતી હતી. સ્મિતાએ તેના મેક-અપ આર્ટિસ્ટ દીપક સાવંતને કહ્યું હતું કે જો હું મરી જઈશ તો મને સુહાગનની જેમ તૈયાર કરજે. અભિનેત્રીના અવસાન બાદ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં દીપકે કહ્યું કે મને શું ખબર હતી કે મારે એવું કંઈક કરવું પડશે જે ક્યારેય કોઈ મેક-અપ આર્ટિસ્ટે કર્યું નથી. જણાવી દઈએ કે સ્મિતા પાટીલે મંડી, અર્થ, આખિર ક્યૂં, આજ કી આવાઝ, ચક્ર, મિર્ચ મસાલા જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે