Weight loss Journey: જો કંઇક કરવાનું ઝૂનૂન હોય તો કોઇ પણ કામ મુશ્કેલ હોતું નથી. કંઇક એવું કરી બતાવ્યું છે 'પ્રેરણા મિશ્રા નામની મહિલાએ. વજતા જતા વજનથી તે ખૂબ જ પરેશાન રહેતી હતી. સ્થિતિ એવી હતી કે તે જ્યાં જતી હતી, તેમને લોકોના મેણા સાંભળવા પડતા હતા. ધીમે ધીમે કરીને તેમનું વજન 90 કિલો પહોંચી ગયું. એવામાં પ્રેરણાનું ઉઠવું બેસવું પણ મુશ્કેલ થઇ ગયું હતું. વધતા જતા વજનથી કંટાળીને તેણે નક્કી કરી દીધું કે ગમે તે કરીને પોતાના વજનને કંટ્રોલમાં કરવો છે. તેના માટે તેણે કશિશ તનેજા નામના કોચની મદદ લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેરણા મિશ્રાએ જણાવ્યું કે ફિટનેસ ફક્ત શારિરીક જ નહી પણ માનસિક પણ હોય છે. તેમણે કહ્યું કે હકિકતમાં સ્વસ્થ રહેવા માટે ફિટ મગજ અને ફિટ શરીરની જરૂર હોય છે. શરૂઆતમાં વજન ઘટાડવા માટે તેમના માટે મુશ્કેલ હતું, પરંતુ કોચ તનેજાના લીધે શક્ય બની શક્યું. તેમણે કહ્યું કે મારી સફળતાનો શ્રેય તેમને આપીશ. જેને મારી જીંદગી બદલી નાખી. 


Aradhana Sharma Video: 'તારક મહેતા' ની આ અભિનેત્રીએ કેમેરા સામે તોડી મર્યાદા, ખુલ્લેઆમ બાથટમમાં ન્હાવા લાગી

10 મહિનામાં જ ઓછું કર્યું 23 કિલો વજન
દસ મહિનાની અંદર કોચની મદદથી આ મહિલાએ 23 કિલો વજન ઓછું કર્યું છે. તેમનો 10 મહિનો ફોટો જોઇને ઓળખી ન શકે કે આ પ્રેરણા મિશ્રાનો ફોટો છે. તો આવો જાણી તેમણે કેવી રીતે 10 મહિનામાં 23 કિલો વજન ઘટાડ્યું અને તેની પાછળનું સીક્રેટ શું હતું?


પ્રેરણા મિશ્રાએ આગળ કહ્યું કે કોઇપણ કામ પર વિશ્વાસ કરવો જરૂરી છે, કારણ કે જો તમે તમારા પર વિશ્વાસ નહી કરો તો મંજિલ પ્રાપ્ત કરી શકશો નહી. હંમેશા એમ વિચારો કે આ કામ કરી શકશો. આ સાથે જ પોતાની જીવનશૈલીમાં થોડા ફેરફાર કરો. તેનાથી તમને જરૂર ફાયદો થશે. 

Trending Video: શું તમે ક્યારેય જોઇ છે આવી રમત, જેમાં શટલકોકને રેકેટ નહી પગ વડે મારે છે


પ્રેરણા મિશ્રાએ પોતાની વેટ લોસ જર્ની વિશે કહ્યું હતું કે વજન ઓછું કરતી વખતે તેમણે ઘણા ઉતાર ચઢાવ જોયા છે, પરંતુ જે વસ્તુએ મને હારવા ન દીધી તે હતી નિરંતરતા. તેમણે કહ્યું કે કોઇપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ તમારે તેના માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું પડશે અને કોઇપણ કામ પ્રત્યે સમર્પણ કરવું પડશે. પોતાના અનુભવ વિશે આગળ જણાવે છે કે તેમણે વજનને ઓછું કરવા માટે તેમણે કેટલાક વાતો પર ધ્યાન આપ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube