કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાન સભા ચૂંટણીને (West Bengal Assembly Election) લઇને ભારતીય જનતા પાર્ટી (BJP) રવિવાર એટલે કે, 21 માર્ચના પોતાનો ચૂંટણી ઘોષણા પત્ર જારી કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંગાળ યાત્રા દરમિયાન પાર્ટીના વિઝન ડોક્યૂમેન્ટ (ઘોષણા પત્ર) જાહેર કરશે. અમિત શાહ આ દિવસે પૂર્વ મિદનાપુર જિલ્લાના એગરામાં એક સાર્વજનિક જનસભાને પણ સંબોધીત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OBC પર મોટી જાહેરાત કરી શકે છે ભાજપ
ભારતીય જનતા પાર્ટી (BJP) તેના ઘોષણા પત્રમાં ઘણી જાહેરાતો કરી શકે છે. તેમાં અન્ય પછાત વર્ગને (OBC) લઇને મોટી જાહેરાતની સંભવના જોવા મળી રહી છે અને પાર્ટીની કેટલીક જાતીઓને OBC માં સામેલ કરવાની જાહેરાત કરી શકે છે.


આ પણ વાંચો:- બંગાળમાં ભાજપે આ મહિલાને આપી ટિકિટ, પણ છેલ્લી ઘડીએ મહિલાએ કર્યો જબરદસ્ત ધડાકો 


ઘોષણા પત્ર માટે શરૂ કર્યું હતું અભિયાન
તમને જણાવી દઇએ કે, ભાજપે થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળનું ઘોષણા પત્ર બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda) રાજ્યમાં શોનાર બાંગ્લા અભિયાનની શરૂઆત કરી હતી અને પાર્ટીએ રાજ્યના લોકો પાસેથી ઘોષણા પત્ર માટે સૂચનો માંગ્યા હતા. આ અભિયાન અંતર્ગત ભાજપે દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક એક રથ પહોંચાળવા માટે 294 એલઈડી રથોની તૈયારી કરી હતી. જેમાં એક બોક્સ હાજર હતું અને જેમાં લોકો પાસેથી તેમના સૂચનો જણાવવા માટે કહ્યું હતું.


હોળાષ્ટકમાં કેમ નથી કરાતા શુભકાર્યો? જાણો હોળાષ્ટક વિશેની પૌરાણિક કથા


પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે વોટિંગ
તમને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળની (West Bengal) 294 વિધાનસભા બેઠકો માટે 8 તબક્કામાં વોટિંગ યોજાશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના મતદાન યોજાશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ આવશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 બેઠકો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમાં તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમાં તબક્કામાં 36 બેઠકો અને આઠમાં તબક્કામાં 35 બેઠકો પર મતદાન યોજવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube